2018માં કચ્છે 439 કિલો ટન અને 2019માં 448 કિલો ટન એસઓ2 ઉત્સર્જન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 12:41:30
  • Views : 334
  • Modified Date : 2020-10-13 12:41:30

         વર્ષ 2018ની સરખામણીએ ભારતમાં સલ્ફર ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં અંદાજે 6 ટકાનો ઘટાડો નોંધાયો છે. પરંતુ તેનાથી વિપરીત કચ્છમાં આ ઝેરી ગેસના ઉત્સર્જમાં વધારો નોંધાયો છે ! કોલસા આધારિત પાવર પ્લાન્ટના કારણે કચ્છ ભારત અને દુનિયામાં હાલ એસઓ2 (સલ્ફર ડાયોક્સાઇડ)ના ઉત્સર્જનનું હોટસ્પોટ બન્યું છે. કચ્છમાં મુન્દ્રા અને પાનધ્રો પાસેના પાવર પ્લાન્ટ આ ગેસ માટે જવાબદાર છે.વૈવિઘ્યપૂર્ણ પર્યાવરણ અને જૈવ સંપદા ધરાવતા કચ્છમાં ઔદ્યોગિકીકરણે અનેક મુશ્કેલી સર્જી છે. કચ્છની હવામાં હવે ઝેરી ગેસ એટલુ તો ભળી ગયું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લેવાઇ રહી છે. નાસાની મદદથી પર્યાવરણ પર કામ કરતી સંસ્થા ગ્રીનપીસ ઇન્ડિયા અને સેન્ટર ફોર સિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરે તૈયાર કરેલા તાજેતરના રીપોર્ટમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે.ભારતની વાત કરવામાં આવે તો વર્ષ 2018માં 6,329 કિલો ટનીની સામે વર્ષ 2019માં 5,953 કિલો ટન આ ઝેરી વાયુ ઉત્પન્ન થયું હતું. હવે ભારતમાં અને ગુજરાતની વાત કરવામાં આવે તો કચ્છમાં મુન્દ્રા અને પાનધ્રોમાં આવેલા થર્મલ પાવર સ્ટેશન અને સુરતમાં આ ગેસ ઉત્સર્જન થતા હોવાના હોપસ્પોટ મળ્યા છે. ગંભીર વાત એ કહેવાય કે ભારતમાં ઉત્સર્જન ઘટ્યું છે પરંતુ કચ્છમાં વધ્યું છે. વર્ષ 2018માં કચ્છમાંથી 439 કિલો ટન એસઓ2 ઉત્સર્જન થયું હતુંઆ અંગે મળતી વિગતો મુજબ આ સંસ્થાએ સેટેલાઇટ ડેટાના આધારે જારી કરેલા રીપોર્ટમાં દુનિયામાં એસઓ2ના ઉત્સર્જનમાં ભારતનો ફાળો અધધ 21 ટકા હોવાનો દાવો કર્યો છે. 6 ટકાનો ઘટાડો થયો હોવા છતાં ભારત દુનિયામાં સતત પાંચમાં વર્ષે ટોચ પર છે. ભારતમાં સાૈથી વધારે આ ઝેરી ગેસ સિંગરૈલી, નેવેલી, સીપત, મુન્દ્રા, કોરબા, બોંડા, તમનાર, તાલચેર, ઝારસુગુડ્ડા, કચ્છ (પાનધ્રો), સુરત, ચેન્નઇ, રામગુંડમ, ચંદ્રપુર, વિશાખાપટ્ટનમ અને કોરાડીના થર્મલ પાવર સ્ટેશન ઉત્પન્ન કરે છે. દુનિયામાં વર્ષ 2018માં 30,604 કિલો ટન એસઓ2 ઉત્સર્જન થયું હતું. તેની સામે વર્ષ 2019માં 6 ટકા ઘટીને ઉત્સજર્ન 28,704 થયું હતું..

Download Our B K News Today App



Related News