માતાના દૂધ સામે હારી રહ્યો છે કોરોના... કેમ કે જનેતાના દૂધમાં રહેલાં પોષક તત્ત્વોમાં હજારો બીમારીઓને હરાવવાની ક્ષમતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 13:31:05
  • Views : 490
  • Modified Date : 2020-10-07 13:31:05

         પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, માતા હંમેશાં તેનાં બાળકોનું રક્ષણ કરે છે. કોરોનાકાળમાં પણ આ વાત સાબિત થઈ છે. માતા મહામારીમાં પણ બાળકો માટે ઢાલ બની રહી છે. માતાનું દૂધ રક્ષાકવચ બની રહ્યું છે. માતા ભલે કોરોના પોઝિટિવ હોય, પણ તેનાં બાળકોમાં સંક્રમણ લાગ્યું નથી. ત્યાં સુધી કે નવજાત તેની પોઝિટિવ માતાનું દૂધ પીતા રહ્યાં છતાં તેમને કોરોના સ્પર્શી પણ ન શક્યો.ડોક્ટરો જણાવે કે માતાનું દૂધ નવજાત માટે સૌથી સારી દવા હોય છે. ભલે કોરોનાની અત્યારસુધીમાં કોઈ દવા નથી બની, પણ એ માતાના દૂધની તાકાત છે કે નવજાત સૌથી તાકાતવાળા કોરોના વોરિયર સાબિત થઈ રહ્યા છે. માતાના દૂધમાં હજારો બીમારીઓને હરાવવાની ક્ષમતા હોય છે. માતા ભલે કોરોના પોઝિટિવ હોય, પણ તેના દૂધમાં એટલી તાકાત હોય છે કે નવજાતને સામાન્ય સમસ્યા પણ નથી થતી. આ વાતના પુરાવા કોરોનાકાળના આંકડા આપી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન સુરતની સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં 241 કોરોના પોઝિટિવ સગર્ભાઓની ડિલિવરી થઈ હતી, એમાંથી માત્ર 13 નવજાતમાં જ કોરોના પોઝિટિવ પેદા થયો હતો.પ્રોટોકોલ અનુસાર, અન્ય નવજાતોના ટેસ્ટ થયા, પણ કોરોનાના કોઈ લક્ષણ તેનામાં જોવા મળ્યા નહોતા અને કોઈ બાળકમાં કોઈ સમસ્યા પણ જોવા મળી નહોતી. જ્યારે 228 નવજાત બાળકો કોરોના નેગેટિવ હતા. આ દરમિયાન કોરોના પોઝિટિવ માતાનો ઇલાજ ચાલતો રહ્યો. નવજાત તેનું દૂધ પીતા રહ્યા પણ કોઈ બાળકને કોઈ સમસ્યા થઈ નહીં. થોડા સમય બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. કોરોનાકાળમાં સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં સાત હજાર ડિલિવરી થઈ ચૂકી છે, જેમાંથી મોટા ભાગનાં બાળકો નેગેટિવ આવ્યાં છે. અત્યારસુધીમાં જેટલાં સંક્રમિત થયાં એમાંથી કોઈનું મોત થયું નથી.

Download Our B K News Today App



Related News