૧૫ ઓક્ટોબરથી સાવચેતી સાથે તબક્કાવાર મેટ્રોરેલ સેવાઓનો આરંભ કરવાની જાહેરાત આજે કરી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 12:50:58
  • Views : 416
  • Modified Date : 2020-10-15 12:50:58

         આવતીકાલથી દુકાનો પણ રાત્રે નવ વાગ્યા સુધી ખુલી રાખી શકાશે. ડોમેસ્ટિક એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓને સ્ટેમ્પ મારવાનું પણ બંધ કરાશે. શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે જ્યારે ૫૦ ટકા શિક્ષણ અને શિક્ષણેતર કર્મચારીને સ્કૂલમાં શિક્ષણ માટે બોલાવી શકાશે.મહારાષ્ટ્ર સરકારે આવતીકાલથી એટલે કે ૧૫ ઓક્ટોબરથી સાવચેતી સાથે તબક્કાવાર મેટ્રોરેલ સેવાઓનો આરંભ કરવાની જાહેરાત આજે કરી છે. સરકારની નવી 'બિગીન અગેઈન' નિયમાવલી હેઠળ અનેક અન્ય રાહતો સાથે આ જાહેરાત થઈ છે.દરમ્યાન મુંબઈ મેટ્રોએ ટ્વિટ કરીને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને જાહેરાત કરી હતી કે પ્રવાસી સેવા ૧૯ ઓક્ટોબર સોમવારે સવારે ૮.૩૦ વાગ્યાથી ટ્રાયલ રન અને ઈન્સ્પેકશન બાદ શરૂ થશે.અન્ય રાહતોમાં સરકારે સરકારી અને ખાનગી લાઈબ્રેીઓને ખોલવાની પણ પરવાનગી આપી છે. કન્ટેન્મેન્ટ ઝોનની બહાર બિઝનેસ એક્ઝિબિશનને પણ મંજૂરી આપી છે. સ્થાનિક સાપ્તાહિક બજારને પણ છૂટ અપાઈ છે.

Download Our B K News Today App



Related News