ઝાયડસને કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 13:51:48
  • Views : 370
  • Modified Date : 2020-12-04 13:51:48

    ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI)એ આજે ઝાયડસ કેડિલાને તેની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરીઆપી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે કલીનીકલ ટ્રાયલમાં તેની બાયોલોજીકલ થેરાપી પેગ્લેટેડ ઇન્ટરફેરોન અલ્ફા-2બી - પેગીહેપTM (PegiHepTM)નું કોવિડ-19ના દર્દીઓ પર ટૂંક સમયમાં પરીક્ષણ શરુ કરશે.ઝાયડસે જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કે દેશના 20-25 કેન્દ્રો પર 250 લોકો પર આ વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. બીજા તબક્કામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા 40 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, પેગીલેટેડ ઇંટરફેરોન આલ્ફા 2-બીના બીજા તબક્કાના અભ્યાસના પરિણામોથી અમને પ્રોત્સાહિત થયા છીએ. અમે જોયું છે કે વાયરસના શરૂઆતના તબક્કામાં આ રસીના ઉપયોગથી વાયરસ ટાઇટર્સ ઘટાડે છે. રોગમાં સલામત એવા કોવિડ સામે લડવા માટેના શક્ય સારવાર વિકલ્પો તરફ ધ્યાન આપવાના અમારા પ્રયત્નો છે જે સલામત છે. આ દવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.



Download Our B K News Today App



Related News