ડીસામાં ઝુલેલાલ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 06:53:54
  • Views : 1240
  • Modified Date : 2019-04-07 06:53:54

ડીસા સહિત સમગ્ર દેશમાં શનિવારે ચેટીચાંદ અને ચૈત્રી નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વ નિમિત્તે ભગવાન ઝુલેલાલના જન્મદિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ડીસામાં પણ તેરમીનાળા વિસ્તારમાં આવેલ ભગવાન ઝુલેલાલના મંદિરે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

ડીસા શહેરમાં  સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિવારે ચેટીચાંદ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારે મંદિર ખાતે  ભેરાણા સાહેબ આહુતિ આપ્યા બાદ બપોરે ભોજનપ્રસાદનું આયોજન કરાયું હતું. ત્યારબાદ સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ટહુકાર  બીટ્‌સના મધુ ચેલાણીના સિંધી અને અન્ય સોંગ પર ભકતો ઝૂમી ઉઠયા હતા. આ યાત્રા ઝુલેલાલ મંદિરથી નીકળી ફુવારા સર્કલ ગાંધીજીની પ્રતિમા પાસે લેખરાજ ચાર રસ્તા સહિત મુખ્ય બજારોમાં ફરી હતી. ત્યારબાદ સાંજે પણ સિંધુ ભવન ખાતે મહાઆરતી અને ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સમાજના પ્રમુખ ગોવિંદભાઈ ભાગચંદાણી, દિલીપભાઈ ઠરિયાણી,  ખૂબચંદભાઈ મોહનાની, રમેશભાઇ ભાગચંદાની, સુંદરભાઈ ફુલવાણી, રામભાઈ મેઘાણી, વિજયભાઈ હેમનાની, મનુભાઈ ગુરબાણી, કમલભાઈ નંદરામાણી, બલ્લુભાઈ છતાણી, ભરત આસ્નાની, સોનુ ફુલવાણી, પરેશ કેવલાણી સહિત મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News