Zomato’એ એકસાથે 541 કર્મચારીઓને છૂટા કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-08 14:23:45
  • Views : 382
  • Modified Date : 2019-09-08 14:23:45

Online Food Delivery Platform ‘Zomato’એ શનિવારે મહત્વનો નિર્ણય લેતા 541 કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ આ નિર્ણયમાં તમામ વિભાગોના કર્મચારીઓને છૂટા કર્યા છે, જેમાં ગ્રાહક, વેપારી અને ડિલેવરી સપોર્ટ ટીમ પણ સામેલ છે. જો કે કંપનીએ અચાનક લીધેલા નિર્ણયની ‘Zomato’માં કામ કરતા 10 ટકા કર્મચારીઓ પર અસર પડી છે.Zomato’એ નિર્ણય પાછળ કંપનીમાં ટેકનીકલ ફેરફારોને કારણભૂત દર્શાવ્યા છે. કંપનીની જાહેરાત પ્રમાણે તે ગ્રાહકોને વધારે સારી સુવિધા આપવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેકનીકનો ઉપયોગ કરવા જઇ રહી છે, જે ગ્રાહકોની ફરિયાદોના ઉકેલ, પૂછપરછ સહિતના કામોમાં મદદરુપ સાબિત થશે. કર્મચારીઓની છૂટી કરવાના નિર્ણયની જાહેરાત કરતા ‘Zomato’ એ જણાવ્યું કે, આ નિર્ણય દુખદાયક રહ્યો, અમે કર્મચારીઓને બેથી ચાર મહિનાનો પગાર, 2020 સુધી તેમના પરિવારને વીમા જેવી સેવાઓ આપી છે. કંપનીએ જણાવ્યું કે ટેકનીકલ ફેરફારો સાથે તૈયાર કરાયેલા પ્લેટફોર્મની મદદથી અમારી સેવાઓ સુધરી છે અને ઓર્ડર સંબંધી ફરિયાદોમાં પણ નોંધનીય ઘટાડો થયો છે. 

Download Our B K News Today App



Related News