વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે કેક કાપી સાથે જમીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-29 12:14:37
  • Views : 318
  • Modified Date : 2022-08-29 12:16:05


દરેક વ્યક્તિ માટે સૌથી ખુશીનો દિવસ હોય છે તેનો જન્મદિવસ અને જન્મદિવસ ની ઉજવણી લોકો વર્ષ દરમિયાન વિવિધ રીતે કરતા હોય છે મિત્રો સાથે પાર્ટી કરીને તો ક્યારેક પરિવાર સાથે સાથે જમીને ક્યારેક ગરીબોને દાન કરીને તો ક્યારેક અબોલ પશુઓને ભોજન આપીને વિવિધ રીતે લોકો પોતાના જન્મદિવસની યાદગાર બનાવતા હોય છે ત્યારે ડીસામાં રહેતા અશ્વિનભાઈ રાજપૂતે વિચાર્યું કે તેના બાળકનો જન્મદિવસ કંઈક સામાજિક કાર્ય કરીને ઉજવીએ જેથી બાળકમાં સદગુણો આવે અને એક ઉમદા કાર્ય થઈ શકે ત્યારે આજરોજ ગૌરવ અશ્વિનભાઈ રાજપૂતને ચાર વર્ષ પૂર્ણ થતા તેના જન્મદિવસની ઉજવણી સુદામા વૃદ્ધાશ્રમ માં વડીલો સાથે કરવામાં આવી હતી જેમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે કેક કાપી સાથે જમીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી

Download Our B K News Today App



Related News