એકના ડબલ કરવાના કેસમાં સંડોવાયેલા કરોડોના કૌભાંડી ઝહીર રાણાને CID ક્રાઇમે ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-04 16:40:59
  • Views : 407
  • Modified Date : 2020-11-04 16:40:59

            મલ્ટીલેવલ માર્કેટિંગ કંપનીઓ ખોલીને એકના ડબલ કરવાની સ્કીમ હેઠળ અનેક લોકોને લાખો રૂપિયાનો ચૂનો ચોપડનાર ઝહીર રાણાની ધરપકડ કરવામાં આવી છે. રાણા અને તેના સાગરીતે પાલડીના રહેવાસીને ડુપ્લેક્સ આપવાની લાલચ આપીને 24 લાખની છેતરપિંડી કરી હતી. પાલડીના રહેવાસીએ પૈસા પરત માગતાં રાણાએ તેને મુંબઈથી સોપારી આપીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેણે હેલ્થ ચેક-અપ કાર્ડમાં સભ્યો બનાવી કમિશન આપવાની લાલચ આપીને હજારો લોકોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હતું.CID ક્રાઈમે રાણાની ધકપકડ કરીને એલિસબ્રિજ પોલીસને સોંપ્યો હતો. ઝહીર રાણા વિરુદ્ધ ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.ઝહીર રાણા સામે CID ક્રાઈમ વડોદરા ઝોનમાં ફરિયાદ કરાઈ હતી. સેલવાસમાં રહેતા સચિન ખડસે સુપર નોવા એન્જિનિયર લિ. કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના મિત્ર સંતોષ પાઠકે ઓકટોબર 2018માં ઓરેકલ રિટેઇલ્સ પ્રા.લિ નામની કંપનીના માલિક ઝહીર રાણા અને તેના પુત્ર અજિમ રાણા સાથે ઓળખાણ કરાવી હતી. ઝહીર રાણાએ હેલ્થ ચેક-અપ કાર્ડની બે સ્કીમ સમજાવીને મોટા પાયે કમિશન મળશે, તેમ કહીને લાલચ આપી હતી, જેથી સચિનભાઇએ તેમના મિત્રો અને સબંધીઓને વાત કરીને વડોદરામાં આવેલી ઝહીર રાણાની ઓફિસે જઇને રૂપિયા 38 લાખનું રોકાણ કરાવડાવ્યું હતું. થોડા સમય બાદ ઝહીર કે તેનો પુત્ર ફોન ઉપાડતા નહોતા. ઓફિસ પણ બંધ હતી, જેને કારણે તેમણે સીઆઇડી ક્રાઇમના વડોદરા ઝોનમાં ફરિયાદ નોંધાવી હતીઅમદાવાદ,વડોદરા,મુંબઇ તેમજ પુણેમાં અનેક ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ એકના ડબલ કરવાની તેમજ પ્લોટની સ્કીમો પાડીને લોકો સાથે 200 કરોડથી પણ વધુ રૂપિયાની ઠગાઇ કરી હતી. ઝહીર રાણા ફિલ્મી હસ્તીઓ, કિક્રેટરો તેમજ રાજકારણીઓ સાથે ઘરોબો કેળવીને તેમના નામે પણ લોકો સાથે ઠગાઇ આચરતો હતો. રાણાએ IPL જેવી જ પુણેમાં પ્રીમિયમ લીગ રમાડી લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. તેની કંપનીનું ઉદઘાટન કરવા માટે જે-તે વખતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું.સીઆઇડી ક્રાઇમે તેની વિરુદ્ધ જીપીઆઇડી એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સીઆઇડીએ તપાસ કરતાં ઝહીર રાણાએ ઇન્કમ ટેક્સ વિભાગનો 10 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનો બાકી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે, જેને કારણે ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદ, વડોદરા અને મુંબઇની મિલકતો જપ્ત કરી લીધી છે. જ્યારે ઇન્કમટેક્સ વિભાગ ઝહીરની મિલકતોની હરાજી કરશે ત્યારે તેમાંથી વસૂલાયેલી રકમમાંથી MLMની યોજનામાં ભોગ બનનારાને પૈસા પરત આપવા સીઆઇડી પણ પયત્ન કરશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News