ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજે ક્રિકેટમાંથી અંતે લીધેલી નિવૃત્તિ નવીદિલ્હી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 11:59:07
  • Views : 450
  • Modified Date : 2019-06-11 12:07:02

ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજસિંહે આજે ક્રિકેટના તમામ સ્વરુપમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આની સાથે જ એક સારા યુગનો અંત આવ્યો હતો. યુવરાજસિંહે ભારતને વર્લ્ડકપ અપાવવામાં પણ ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. યુવરાજસિંહે બે વર્લ્ડ  ચેમ્પિયનશીપ ૨૦૦૭માં વર્લ્ડકપ ટી-૨૦ અને ૨૦૧૧ના વર્લ્ડકપમાં ભાગ લીધો હતી અને બંને વર્લ્ડકપમાં ભારતને જીત અપાવવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. ૨૦૧૭ બાદથી યુવરાજસિંહની પસંદગી ભારતીય ટીમમાં કરવામાં આવી રહી ન હતી. એમ માનવામાં આવે છે કે, ૩૭ વર્ષીય યુવરાજસિંહ આઈસીસીથી માન્યતા પ્રાપ્ત વિદેશી ટી-૨૦ લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે કેરિયર બનાવવા ઇચ્છુક છે. જીટી-૨૦ (કેનેડા), આયર્લેન્ડ અને હોલેન્ડમાં યુરો-ટી-૨૦માં રમવાની ઓફર મળી રહી છે. આ સ્ટાઇલિસ્ટ બેટ્‌સમેને છેલ્લે ભારત માટે ફેબ્રુઆરી ૨૦૧૭માં ઇંગ્લેન્ડ સામે ટી-૨૦ મેચ રમી હતી. આ પહેલા તે ચેમ્પિયન ટ્રોફી ૨૦૧૭માં રમ્યો હતો. ત્યારબાદ વિÂન્ડઝના પ્રવાસે ગયેલી ટીમનો હિસ્સો પણ રહ્યો હતો. યુવરાજે પોતાની વનડે કેરિયરની અંતિમ મેચ ૩૦મી જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે વિÂન્ડઝ સામે એન્ટીગુવામાં રમી હતી. પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા યુવરાજસિંહે કહ્યું હતું કે, બાળપણથી જ તેના પિતા દેશ માટે રમવાના સ્વપ્નને પુર્ણ કરવાના પ્રયાસમાં લાગેલા હતા. યુવરાજે પોતાની ક્રિકેટ કેરિયરની વાત કરતા કહ્યું હતું કે, પોતાની ૨૫ વર્ષની કેરિયર અને ખાસ કરીને ૧૭ વર્ષની આંતરરાષ્ટ્રીય કેરિયરમાં અનેક ઉતારચઢાવ આવ્યા હતા. હવે તે આગળ વધવાનો નિર્ણય કરી ચુક્યો છે. આ ક્રિકેટની રમતથી તેને ઘણું શિખવા મળ્યું છે. કઇરીતે સંઘર્ષ કરવું જાઇએ તે બાબત પણ શિખવા મળી છે. યુવરાજસિંહે એક ક્રિકેટર તરીકે સફળતા હાંસલ કરવા બદલની ક્રેડિટ પોતાના પિતાને આપી હતી. યુવરાજે કહ્યું હતું કે, લાઇફમાં ક્યારે પણ હાર સ્વીકારી નથી. પિતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સતત મહેનત કરી હતી. નિવૃત્ત થયા બાદ યુવરાજસિંહે પત્રકાર પરિષદમાં અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. 


Download Our B K News Today App



Related News