ડમી ઉમેદવારના તોડકાંડ કેસમાં યુવરાજસિંહને મળ્યા શરતી જામીન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-24 15:44:01
  • Views : 110
  • Modified Date : 2023-07-24 15:44:01

ભાવનગરના ડમી ઉમેદવારના તોડકાંડ કેસમાં યુવરાજસિંહને શરતી જામીન મળ્યા છે. 22 એપ્રિલથી યુવરાજસિંહ જેલમાં હતા. તોડકાંડમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તોડકાંડમાં યુવરાજસિંહનાં બે સાળા પણ સામેલ છે. ત્યારે આ કેસમાં અન્ય પાંચ આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. પાસપોર્ટ જમા કરવા માટેની શરતનાં આધારે આ જામીન આપવામાં આવ્યા છે.વરાજસિંહને 22 એપ્રિલથી જેલમાં છે. ત્યારે આખરે ત્રણ મહિના બાદ યુવરાજસિંહને શરતી જામીન મળ્યા છે. તોડકાંડમાં કુલ 6 આરોપીઓની થઇ હતી. જે પૈકી એક યુવરાજસિંહ હતા અને યુવરાજસિંહનાં બે સાળા હતા. અન્ય ત્રણ લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તમામ છ આરોપીને આજે પાસપોર્ટ જમા કરવાની શરત સાથે જામીન આપવામાં આવ્યા છે.  ભાવનગર ડમી ઉમેદવાર  તોડકાંડ કેસમાં પોલીસે 22 એપ્રિલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. ભાવનગર SOG કચેરી ખાતે પોલીસ દ્વારા યુવરાજસિંહની અંદાજે 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. જે પછી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી.ડમી કાંડના તોડકાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ હતો. જેને લઇને યુવરાજસિંહ ઉપરાંત તેમના સાથીદારો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો હતો.મહત્વનું છે કે યુવરાજસિંહની નજીકના ગણાતા બિપીન ત્રિવેદીએ ભાવનગર ડમી કાંડમાં યુવરાજસિંહ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ સામે ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે 50 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તોડકાંડની ચેટ પણ તેમણે વાયરલ કરી હતી અને સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા હતા. આ ઘટના બાદ ડમીકાંડમાં ભાવનગર SOGએ યુવરાજસિંહને સમન મોકલ્યુ હતુ. જેમા પ્રથમ સમનમાં યુવરાજસિંહ હાજર થયા ન હતા અને બીજુ સમન મળતા તેઓ SOG સમક્ષ હાજર થયા હતા.

Download Our B K News Today App



Related News