ગઢમાંથી ત્રણ યુવતિના અપહરણમાં બે યુવતિઓને શોધી કાઢતી ગઢ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-16 12:07:56
  • Views : 501
  • Modified Date : 2019-10-16 12:07:56

પાલનપુર તાલુકાના ગઢ ખાતે ગત ૬ સપ્ટેમ્બરના રોજ એક જ પરિવારની ત્રણ યુવતિઓનું અપહરણ થયુ હોવાનો ગુનો ગઢ પોલીસ મથકે દાખલ  થયો હતો, અને પોલીસ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળેલી કે અપહ્‌ત યુવતીઓમાંથી એક યુવતિ અને એક કિશોરી રાજસ્થાનના સિરોહીના જાવાલ ગામમાં છે. જેથી ગઢ પોલીસના
પીએસઆઈ વી.આર પટેલ, એએસઆઈ રાજેન્દ્રસિંહ, હે. કો. નવીનભાઈ, પો. કો. હરેશભાઈની ટીમ રાજસ્થાનના સિરોહીના જાવાલ ગામે જઈ તપાસ કરતાં આ યુવતિ અને કિશોરી મળી આવી હતી.  તેમની સાથે ત્રણ ઈસમોને
ઝડપી લઈ ગઢ પોલીસ મથકે આવી પુછપરછ કરતા યુવતિએ જણાવ્યુ હતુ કે અમે ત્રણ બેનોને ગઢથી એક કાળા કલરની ગાડીમાં ત્રણ ઈસમો અમદાવાદ લઈ ગયા હતા અને ત્યાંથી તેમની બેનને તુષાર નામનો વ્યકિત સાથે લઈ ગયેલો અને અમે બે બહેનોને મહેન્દ્ર અને શ્રવણ નામનો વ્યકિત ડુંગરપુર લઈ ગયો હતો.  ત્યાંથી રાજસ્થાનના જાવાલ ગામે લાવેલા. ત્યાં અમને એક ઘરમાં રાખી અમારી સાથે જબરજસ્તી મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજારતા હતા અને રાજસ્થાનમા કોઈ પરિચીત ના હોઈ કોઈ મદદ મળી નહોતી. આ બન્ને જણા અવારનવાર ધમકી આપતા હતા કે અમારુ કેવુ નહી કરો તો તમને વેચી દઈશુ. આમ એક સગીરા અને એક યુવતિની સાથે આ ઈસમોએ અવારનવાર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારેલ તે અંગેની ફરિયાદ ગઢ પોલીસ દ્વારા મહેન્દ્ર ગણપતલાલ શ્રીમાળી (રહે. ભીલડા તા. દાંતીવાડા) જે આરોપી હાલ ફરાર છે. તેમજ શ્રવણ કાળાભાઈ શ્રીમાળી (રહે. ભીલડા તા. દાંતીવાડા) અને મગનલાલ શંકરજી ગર્ગ રહે. જાવાલ સિરોહી રાજ.), લક્ષમણ મગનલાલ ગર્ગ  રહે. જાવાલ  સિરોહી રાજ. ને ઝડપી લઈ તેમના પર અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News