ગઢ ખાતે ગાડીની ટક્કરે એક યુવતિ ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 11:28:17
  • Views : 1185
  • Modified Date : 2020-02-27 11:28:17

પાલનપુર તાલુકાના ગઢ ખાતે ગાડી વાસણીથી ગઢ તરફ આવી રહી હતી તે સમયે જુની જમીનની અદાવત રાખી કેનાલ જોડે એક યુવતિ શૌચક્રીયા કરી પરત ફરી રહી હતી તેણીને ટક્કર મારતાં યુવતિ ગંભીર રીતે ઘાયલ થતાં તેણીને ૧૦૮ મારફતે સારવાર માટે
પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી .
ગઢ પોલીસ મથકના સુત્રોના જણાવ્યા અનુસાર ગઢ ખાતે રહેતા  સરદારભાઈ ચેલાભાઈ જરમોલ (ચૌધરી) નું ખેતર વાસણી ગઢ રોડ પર આવેલુ છે અને મકાન બનાવી તેઓ ત્યાં તેમના પરિવાર સાથે રહે છે. તેમને જમીન મામલે અગાઉ ગઢ ખાતે રહેતા નિલેશભાઈ તળજાભાઈ દેસાઈ સાથે ઝગડો ચાલતો હોઈ તેની અદાવત રાખી સરદારભાઈની નાની દીકરી મંજુલાબેન શૌચક્રીયા માટે ગયેલા અને
પરત આવતા હતા. તે દરમિયાન શૈલેશભાઈ તળજાભાઈ દેસાઈ અને નિલેષભાઈ તળજાભાઈ દેસાઈ બન્નેભાઈઓ સવારના ૮ઃ૩૦ વાગ્યાના સુમારે તેમની ડીઆઈ જીપમાં ગઢ તરફ આવતા હતા. તે દરમિયાન મંજુલાબેનને ટક્કર મારતાં આ યુવતિને જમણા હાથની કોણી અને કમરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેણીને ૧૦૮ મારફતે
પાલનપુર સિવિલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી. તેણીની બેન
પિન્કીબેન દ્વારા ગઢ પોલીસ મથકમાં જાણ કરતા ગઢ પોલીસ ત્તત્કાલીન ઘટના સ્થળે જઈને ડીઆઈ ગાડીનો કબ્જો લઈ ગાડીને પોલીસ મથકે લાવી હતી. આ બન્ને ઈસમો સામે ૩૦૭ ની કલમ મુજબનો ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની જાણ ગઢ દૂધ મંડળીના વાઈસ ચેરમેન અરવિંદભાઈ બેરાને થતાં તેઓએ મંડળીની કમિટિને બોલાવી તપાસ કરતા ગાડીમાં દૂધ ભરેલી ૧૦ બરણી મળી આવી હતી અને તેની તપાસ કરતાં દૂધ શંકાસ્પદ જણાતાં તેઓએ પાલનપુર ફૂડ વિભાગને જાણ કરતાં પાલનપુર ફૂડસેફ્‌ટી વિભાગના ઓફિસર પી.આર. સુથાર તેમની ટીમ સાથે આવી દૂધના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલી આપ્યા હતા અને તપાસનો રીપોર્ટ આવ્યા બાદ દૂધમંડળીને સુપ્રત કરશે. તો બીજી બાજુ દૂધમંડળીની કમિટિ દ્વારા દૂધના સેમ્પલ લઈને બનાસ ડેરી ખાતે રીપોર્ટ કરાવવા માટેની કામગીરી હાથ ધરી હતી.
આ સમગ્ર મામલો ગઢમાં ટોકઓફધ ટાઉન બન્યો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકમુખે એવુ ચર્ચાઈ રહ્યું છે. આવુ શંકાસ્પદ દૂધ કેટલા સમયથી મંડળીમાં આવતું હશે અને હવે મંડળીના સત્તાધીશો શું પગલાં લેશે એવી ચર્ચાઓ ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News