યુવતીનો ઇલેકટ્રીક થાંભલા ઉપર ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, હત્યાની શંકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 13:11:41
  • Views : 593
  • Modified Date : 2019-09-01 13:11:41

વડોદરાઃ શહેરના માંજલપુર વિસ્તારમાં અજાણી યુવતીનો ઇલેકટ્રીક થાંભલા ઉપર ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા વ્યક્તિઓએ આ યુવતીને અન્ય જગ્યાએ હત્યા કરીને લાશ વીજ થાંભલા ઉપર લટકાવી દીધી હોવાનું અનુમાન છે.

બ્લેક જીન્સ પેન્ટ અને બ્લ્યુ કલરની ટી-શર્ટ પહેરેલી યુવતીની લા

શહેરના માંજલપુર વિસ્તારમાં કોચર કોલ સેન્ટરની પાછળ આવેલી બ્રિજ વાટીકા સોસાયટી સામે આવેલ વીજ થાંભલા ઉપર ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં બ્લેક જીન્સ પેન્ટ અને બ્લ્યુ કલરની ટી-શર્ટ પહેરેલી યુવતીની લાશ મળી આવી હતી. વીજ થાંભલાની સામે રહેતા એક મકાન માલિકે સવારે 7 કલાકે વીજ થાંભલા ઉપર યુવતીની લટકેલી લાશ જોતા માંજલપુર પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં તુરત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ કાર્યવાહી કરી હતી. અને લાશને સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

હત્યા કરી આત્મહત્યામાં ખપાવવાની શંકા

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીની ઉંમર આશરે 20 વર્ષની છે. અને આ યુવતીની કોઇ અન્ય સ્થળે હત્યા કરીને લાશ વીજ થાંભલે ઓઢણીથી લટકાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે. જોકે, યુવતીની કેવી રીતે હત્યા કરાઇ છે. અને કેટલાં વાગે હત્યા કરાઇ છે. તે પોષ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. હાલમાં પોલીસે યુવતીની લાશના ફોટાના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસને લાશના ફોટા શહેર-જિલ્લાના તમામ પોલીસ મથકમાં મોકલી આપ્યા છે. આ સાથે પોલીસે ગુમ થયેલી યુવતીઓની વિગતો પણ એકઠી કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે અત્રે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News