બેકાળજી દાખવનાર ડોક્ટરોને કારણે ત્રણ માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-14 10:53:50
  • Views : 1372
  • Modified Date : 2020-05-14 10:56:21

ડીસા શહેરમાં માનવતાને કલંક લાગે તેવી ઘટના સામે આવી છે. જેમાં કન્ટેઈનમેન્ટ એરિયામાં એક યુવકને પેટમાં દુઃખાવો ઉપડતા ડીસાની ત્રણ-ત્રણ હોસ્પિટલ ફરવા છતાં પણ કોઈ જગ્યાએ ડોક્ટરોએ સારવાર ન કરતા આખરે આ યુવકે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. ત્રણ દીકરીઓના પિતાનું ડોકટરોની બેદરકારીના કારણે મોત થતા પરિવારે લાપરવાહી દાખવતા તબીબો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના મોચીવાસ વિસ્તારમાં રહેતા પ્રકાશ સોલંકી નામના ૩૮ વર્ષીય યુવકને વહેલી સવારે પેટમાં દુઃખાવો ઉપડતા તેના
પરિવારજનો તેને લઈને ડીસાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જોકે આ લોકો વિસ્તાર કન્ટેઈનમેન્ટ એરિયામાં આવતો હોવાના કારણે સિવિલ
હોસ્પિટલમાં હાજર રહેલા સ્ટાફે તેની સારવાર કરવાની ના પાડી દીધી હતી. જેથી આ યુવકનો
પરિવાર તેને લઈને જ્યાં આ યુવકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી ત્યાં ડો. ભરત મકવાણાની હોસ્પિટલમાં પહોંચ્યો હતો પરંતુ ત્યાં પણ તબીબે કોઈ જ સારવાર ન કરતા આ પીડાકારક યુવકનો પરિવાર તેને લઈને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર રવિ પટેલને ત્યાં પહોંચ્યા હતા. પરંતુ ત્યાં
પણ સારવાર મળી ન હતી. આ પરિવાર જે પણ  હોસ્પિટલમાં ગયા ત્યાંના હજાર રહેલા તબીબો કે સ્ટાફે કન્ટેઈનમેન્ટ એરિયામાંથી આવતા હોવાના કારણે સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે ત્રણ ત્રણ કલાક સુધી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં રજળવા છતાં સારવાર ન મળવાને કારણે આ યુવકે રસ્તામાં દમ તોડી દીધો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર અઠવાડિયા અગાઉ જ તમામ ખાનગી હોસ્પિટલો ચાલુ રાખવા અને હોસ્પિટલમાં આવતા દર્દીઓની સારવાર કરવા માટે સૂચના આપી હતી અને જો દર્દીઓની સારવાર ન કરી અથવા તો બેદરકારી દખાવી તો તે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી હતી તેમ છતાં આ
પીડાકારક યુવકને ડીસાની કોઈ જ ખાનગી હોસ્પિટલમાં સારવાર ન મળતા આખરે આ યુવકનું મોત થયું છે ત્રણ ત્રણ દીકરીઓના પિતા અને જુવાનજોધ દીકરાનું મોત થતા
 પરિવાર પર આભ તૂટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે તેવામાં આવી લાપરવાહી દાખવતા સરકારી અને ખાનગી ડોક્ટરો સામે કડક કાર્યવાહી થાય તેવી મૃતકના પરિવારજનો તેની માંગણી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કલેક્ટર દ્વારા સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી હોવા છતાં હોસ્પિટલોના ડોક્ટરો તેનું ઼
પાલન નથી કરી રહ્યા અને આવા ડોક્ટરોમાં કાયદાનો કોઈ જ ભય રહ્યો નથી. ત્યારે લગતા વળગતા અધિકારીઓ આવા ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. જેથી ભવિષ્યમાં કોઈ ડોક્ટરોને કારણે કોઈ મહિલાને વિધવા ના થવું પડે અને કોઈ દીકરીઓને પિતાની છત્રછાયા ગુમાવવી ના પડે. હવે જોવું રહ્યુ કે જિલ્લા કલેક્ટર દ્વારા આ ડોક્ટરો વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી થાય છે પછી ભીનું સંકેલાઇ જશે.

Download Our B K News Today App



Related News