અનેક કંપનીઓ દ્વારા નોકરીની ઓફર ઠુકરાવી ડીસાનો શિક્ષિત યુવાન ખેતી તરફ વળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 12:05:14
  • Views : 584
  • Modified Date : 2021-01-23 12:05:14

ડીસામાં એક યુવાન ખેડૂતે કૃષિની ડીગ્રી મેળવ્યા બાદ આવેલી નોકરીઓની ઓફર ઠુકરાવી પોતાના ખેતરમાં જ સફળ ખેતીની શરૂઆત કરી છે. અને કૃષિના જ્ઞાનને પગલે અત્યારે પોતાના ખેતરમાંથી લાખો રૂપિયાની આવક રળી રહ્યા છે.
મયુર પ્રજાપતિએ બી.એસ.સી. એગ્રીની ડિગ્રી મેળવી છે. અને ડિગ્રી મેળવ્યા બાદ મયુર પ્રજાપતિને અનેક કંપની દ્વારા નોકરીની ઓફર આવી હતી. પરંતુ મયુર
પ્રજાપતિના મનમાં તો કઈક અલગ ચાલી રહ્યું હતું. અને  આ તમામ ઓફરોને ઠુકરાવી
પોતાના પરંપરાગત વ્યવસાય એવા ખેતી તરફ ઝુકાવ કર્યો. અને તેમનામા રહેલા કૃષિ જ્ઞાન અને પરંપરાગત હુન્નરની મદદથી તેમની પરંપરાગત જમીન પર ખેતીની શરૂઆત કરી. પરંતુ આ શરૂઆત સામાન્ય કરતાં અલગ હતી. મયુર પ્રજાપતિએ તેના અભ્યાસનો લાભ લઈને
પોતાના ખેતરમાં આધુનિક ખેતીની શરૂઆત કરી. સહુ પ્રથમ  સિઝન કરતાં પહેલા
પાકનું વાવેતર કેવી રીતે કરી શકાય તેના પર સંશોધન કર્યું. અને પોતે કરેલા અભ્યાસ
પરથી શીખ લઈને  પોતાના ખેતરમાં ગ્રીન હાઉસ અને વ્હાઇટ હાઉસનું નિર્માણ કર્યું. અને ઉનાળુ વાવેતરમાં થતી શક્કર ટેટીનું વાવેતર શિયાળામાં કર્યું. જેમાં શિયાળાની ઠંડીથી આ છોડને બચાવવા માટે વ્હાઇટ હાઉસ તૈયાર કરીને તાપમાન જાળવી રાખ્યું. બટાટાનો પાક લીધા બાદ તેનું વાવેતર કર્યું. ત્યારે આ છોડ એક માસના થઈ ચૂક્યા હતા.જેમાં ઉનાળાની ટેટીનો પાક એક માસ પહેલા જ મેળવવાની શરૂઆત કરી દીધી હતી. તેમની આ ખેત પધ્ધતિથી અન્ય ખેડૂતોએ પણ પ્રભાવિત થઈ હવે મયુર પ્રજાપતિને તેમની નર્સરીમાં અત્યારથી જ ટેટીના વાવેતર માટે છોડ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ આપતા થઈ ગયા છે. એકદમ નાની વયમાં મયુર પ્રજાપતિએ પોતાના અભ્યાસ અને પારંપારિક અનુભવના આધારે તેમના ખેતરમાંથી વાર્ષિક આવક આઠ ઘણી વધારી દીધી છે અને અન્ય ખેડૂતોને પણ આ પધ્ધતિ અપનાવવા માટે સલાહ આપી રહ્યા છે.

Download Our B K News Today App



Related News