રસાણા ખાતે ટ્રેનની અડફેટે યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-08 11:24:55
  • Views : 418
  • Modified Date : 2019-07-08 11:24:55

ડીસા તાલુકાના રસાણા ગામ પાસે રવિવારે બપોરના સમયે એક ૧૬ વર્ષિય યુવકે અગમ્ય કારણસર પાલનપુરથી ગાંધીધામ જતી ટ્રેન નીચે પડતું મૂકતા તેનું મોત થયું હતું. આ યુવકનું મોત થતાના સમાચાર વાયુવેગે ગામમાં ફરતા રેલ્વે ફાટક પાસે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં એક મહિનાથી આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. લોકો અગમ્ય કારણોસર કેટલીકવાર આવેશમાં આવી મોતને ભેટતા હોય છે. ત્યારે આવો જ બનાવ રવિવારે ડીસા તાલુકાના રસાણા ગામ પાસે બન્યો હતો. જેમાં ડીસા તાલુકાના રસાણા ગામે રહેતો  યુવક મહેશ અશોકજી ઠાકોર (ઉ.વ-૧૬) જે પોતાના
પરિવારનું ગુજરાન ખેતી કરી તેમજ દરજી કામ કરી પુરું કરતો હતો. પરંતુ ગતરોજ પરિવારને કંઈપણ જાણ કર્યા વગર
બપોરના સમયે ઘરેથી નીકળી ગયો હતો.  તે બાદ પાલનપુરથી ગાંધીધામ તરફ જતી મુસાફર ટ્રેનની અડફેટે આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ યુવાનના મોતના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.  લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધી તો યુવાનનું મોત
નીપજ્યું હતું. તાત્કાલિક તેના
પરિવારને જાણ કરવામાં આવી હતી અને ડીસા તાલુકા પોલીસ સ્ટેશન અને રેલ્વે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી લાશનો કબ્જા મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. આ યુવાને કયા કારણોસર મોતને વહાલું કર્યુ તે હજુ સુધી જાણી શકાયું નથી.

Download Our B K News Today App



Related News