ડીસાના વાડીરોડ પાસે રહેતા યુવકનો પગ લપસી જતાં ગંદા પાણીના નાળામાં રાત્રે તણાયેલા યુવકની લાશ સવારે નદીમાંથી મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-09 11:23:23
  • Views : 509
  • Modified Date : 2020-08-09 11:23:23

ડીસા શહેરમાં એક યુવકનું મોત થયું છે. જેમાં નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં ડૂબી જતાં યુવકનું મોત થયું હોવાનું પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. આ યુવક રાત્રે નાળામાં તણાઈ ગયો હતો, જેની લાશ સવારે નદીમાંથી મળી હતી.
ડીસામાં નગરપાલિકાની ગંભીર
બેદરકારીના કારણે એક યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં વાડીરોડ વિસ્તારમાં આવેલ ખુલ્લી ગટરમાં મોડી રાત્રે વરસાદના ધસમસતા પાણીના પ્રવાહમાં  ખુલ્લી ગટરની બરોબર લેવલમાં પાણી જતું હોવાના કારણે ત્યાંથી પસાર થતા ભેરા લવાર નામના ૩૦ વર્ષીય યુવકનો પગ લપસી જતાં ગટરમાં
પડી ગયો હતો. ગટર ૧૦ ફૂટ પહોળી અને ૧૦ ફૂટ ઊંડી હોવાના કારણે યુવક ડૂબવા લાગ્યો હતો. બનાવના પગલે આજુબાજુના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરંતુ આ યુવકને બચાવે તે પહેલા જ તે તણાઈ ગયો હતો. મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં પણ તેનો
અતોપતો ના લાગતા વહેલી સવારે તેની લાશ એક કિલોમીટર દૂર નદીમાંથી મળી આવી હતી. બનાવના પગલે પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને નગરપાલિકાની
બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપો કર્યા છે.
અગાઉ પણ સ્થાનિક લોકોએ વારંવાર
નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી તેમ છતાં પણ નગરપાલિકાએ સ્થાનિક લોકોની રજૂઆત ધ્યાને ન લઇ ખુલ્લી ગટરને પેક કરી ન હતી. વળી આ વિસ્તાર પણ ગરીબ અને ઝૂંપડપટ્ટી વાળો હોવાના કારણે આ ગટર પરથી રોજના ૨૦૦ જેટલા લોકો પસાર થતા હતા.
આજુબાજુના વિસ્તારમાં રહેતા બાળકો પણ આ જ રસ્તાનો અવર-જવર માટે ઉપયોગ કરતા હતા. ત્યારે આ ગટર ભયજનક હોવા છતાં
નગરપાલિકાએ પેક ન કરતા આ દુર્ઘટના સર્જાઇ હતી. પાલિકાના ચીફ ઓફિસરે આ ઘટના નગરપાલિકાની બેદરકારીથી નહિ પણ યુવકની બેદરકારીના કારણે બની હોવાનું જણાવ્યું હતું. નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે લાખો રૂપિયા ખર્ચી પ્રિ-મોન્સૂન પ્લાનિંગની કામગીરી કરવામાં આવે છે તેમ છતાં પણ ડીસામાં નગરપાલિકાની બેદરકારીના કારણે યુવકનું મોત થતા પ્રિ-મોન્સૂન પ્લાનિંગનો ફિયાસ્કો થયો છે. જ્યારે ફરી આવી કોઈ ઘટના ના બને તે માટે તંત્ર થોડી ગંભીરતા દાખવે તે અત્યંત જરૂરી છે.

Download Our B K News Today App



Related News