ડીસાના રમુણ પાસે અજાણ્યા યુવકની લાશ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-13 12:06:12
  • Views : 480
  • Modified Date : 2020-12-13 12:06:12

ડીસા તાલુકાના રમુણ ગામે શનિવારે સવારે રસ્તા પરથી યુવાનની લાશ મળતાં ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળે તૂટી પડ્યા હતા. અને લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ
પણ ઘટના સ્થળે દોડી આવી લાશનો કબજાે મેળવી વધુ
તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યાના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને લોકો અગમ્ય કારણોસર નજીવી બાબતમાં આવેશમાં આવી જઈ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિને અંજામ
આપતા હોય છે. ત્યારે ડીસા તાલુકાના રમુણ ગામેથી શનિવારે સવારના સમયે એક યુવકની મૃત હાલતમાં લાશ
પડી હોવાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ લાશને જાેતા લોકોએ આ યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસને જાણ કરી હતી.જેથી આગથળા
પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને યુવકની લાશ નો કબજાે મેળવી તેને પીએમ અર્થે મોકલી આપી હતી. જે બાદ યુવકના પરિવારને જાણ કરતાં યુવકના પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને હાલ પોલીસે આ યુવકની હત્યા કરવામાં આવી છે કે યુવકે આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News