ધાનેરાના એટા ગામે ૫૦ દિવસે યુવકની લાસ બહાર કઢાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-20 12:01:45
  • Views : 853
  • Modified Date : 2021-02-20 12:01:45

ધાનેરા તાલુકાના એટા ગામે ૫૦ દિવસ અગાઉ દલિત જીગરભાઇ ઉ. ૧૪ વર્ષ વાળાનંુ ખેત તલાવડીમાંડુબી જતાં મોત નિપજ્યુ હતંુ. જેથી તેની અંતિમ વિધી કરી ને દફનાવી દેવામાં આવેલ પરંતુ ત્યાર પછી તેના

પિતાએ ખેત તલાવડી વાળા ખેતર માલિકે તેના પુત્રની હત્યા કરી છે તેવુ જણાવી અરજી
આપતા ૫૦ દિવસે લાસને કાઢીને પોસ્ટ મોટમ માટે લાવવામાં આવી હતી.
ધાનેરા તાલુકાના એટા ગામે રહેતા  આયદાનભાઇ નાગજીભાઇ હરીજન( દલિત) ના ૧૪ વર્ષના પુત્ર જીગરનંુ ૨૯ ડીસેમ્બરના રોજ એટા ગામે આવેલા પટેલ હમીરાભાઇ ભાંણાભાઇ તથા હમીરાભાઇ ભાંણાભાઇ પટેલના ખેરતમાં બનાવેલ ખેત તલાવડીમાં આ યુવક પડી જતાં મોત નિપજયુ હતંુ. અને આ યુવકની લાસને બહાર કાઢીને તેને સામાજીક રીત રીવાજ મુજબ દફનવિધી કરી હતી. પરંતુ સમત જતાં મરણ જનારના પિતા આયદાનભાઇને આ ખેત તલાવડી જાેઇને મનમાં લાગતા તેઓએ જિલ્લા પોલીસવડાને આ બાબતે તપાસ કરવા માટે અરજી કરેલ અને જણાવેલ કે આ બન્ને પટેલ દ્વારા તેના પુત્રને કરંટ આપીને મારવામાં આવેલ છે. જેથી આ યુવકની લાસ બહાર કાઢીને ફરીથી
પોસ્ટમોટમ કરવામાં આવે અને આ બાબતે તટસ્થ તપાસ થાય તેવી અરજી કરવામાં આવતા
પોલીસવડાએ હુકમ કરતાં શુક્રવારે ધાનેરા મમલતદાર બી.એસ.ખરાડી તથા પોલીસની ટીમ સાથે ૫૦ દિવસ અગાઉ દફનાવેલ લાસને બહાર કાઢીને તેના કંકાલને ધાનેરા સરકારી હોસ્પીટલ ખાતે લવાઇ હતી અને પેનલ દ્વારા આ કંકાલનુ  પોસ્ટમોટમ કરવામાં આવ્યંુ હતંુ. ધાનેરા તાલુકામાં અગાઉ હડતા ગામે પણ આવીજ રીતે થોડા મહિના પહેલા જ એક લાસને બહાર કાઢવામાં આવી હતી અને તેને પણ
પોસ્ટમોટમ માટે લવાઇ હતી અને આ ફરીથી નવો કિસ્સો બહાર આવ્યો છે. ત્યારે બીજી તરફ લાસને બહાર કાઢીને તેની સાથે આવુ કૃત્ય થતંુ હોવાથી સમાજમાં પણ લાગણી દુભાઇ રહી છે.



Download Our B K News Today App



Related News