ડીસામાં માત્ર ૨૦૦ રૂપિયા માટે યુવકની હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 12:08:35
  • Views : 16672
  • Modified Date : 2021-03-31 12:08:35

ડીસામાં માત્ર ૨૦૦ રૂપિયાની નજીવી રકમ માટે પાંચ લોકોએ એક યુવકને માથાના ભાગે પાઇપ મારી જાહેરમાં હત્યા કરી દેવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો છે.  જેના કારણે ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
ડીસા શહેરના બેકરી કૂવા વિસ્તારમાં રહેતો અને આઇસર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દશરથ માળી ધૂળેટીની રાત્રે કામ પરથી પરત ફરીને પોતાના ઘર તરફ જતો હતો. ત્યારે તેનાજ વિસ્તારના શૈલેષ ઠાકોર, ચંદુ
ઠાકોર, તખાજી ઠાકોર અને રીંકું સોની નામના શખ્સે તેને રસ્તામાં રોકીને દારૂ પીવા માટે ૨૦૦ રૂપિયાની માંગણી કરી હતી.  ત્યારે દશરથ માળીએ ૨૦૦
રૂપિયા આપવાની ના પડતાં આ પાંચેય શખ્સોએ લોખંડની પાઇપથી દશરથ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દશરથને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પરિવારના લોકોને જાણ થતાં તેઓ ઘટનાસ્થળ  પહોંચી  દશરથ માળીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દશરથ માળીની એક કલાક સુધી સારવાર ચાલુ રહ્યા બાદ દશરથ માળીએ દમ તોડી દીધો હતો.   આ તરફ દશરથની હત્યા કરનાર પાંચેય શખ્સો ફરાર થઈ ગયા હતા.
દશરથ માળીના દશ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને સંતાનમાં બે દીકરી અને પુત્ર છે. ત્યારે દશરથ માળીની હત્યાને પગલે તેના માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. જે ખૂબ જ દુઃખદ બાબત છે.  ત્યારે ડીસામાં જાહેરમાં ત્રણ સંતાનના
પિતાની માત્ર ૨૦૦ રૂપિયા માટે ખુલ્લે આમ અસમાજિક તત્વો હત્યા કરી દેતા હોય ત્યારે  અસમાજિક તત્વો પર
પોલીસનો ભય કેટલો છે તે વિચારવું રહ્યું.

Download Our B K News Today App



Related News