નર્મદાની મુખ્ય કેનાલમાં છલાંગ લગાવી યુવકની આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-17 11:38:31
  • Views : 544
  • Modified Date : 2020-06-17 11:38:31

બનાસકાંઠામાં નર્મદાની મુખ્ય કેનાલમાં છલાંગ લગાવી એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવના પગલે સ્થાનિક તરવૈયાઓ લાશને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.
બનાસકાંઠાના દિયોદર પાસે આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં  મોડી સાંજે એક યુવકે આત્મહત્યા કરતા સનસનાટી મચી જવા પામી છે. દિયોદર તાલુકાના જાડા ગામના અરવિંદ પટેલ નામના યુવકે અગમ્ય કારણોસર નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.
જોકે કેનાલમાં છલાંગ લગાવતા જ આજુબાજુના લોકોને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી હતી. બનાવના
 પગલે દિયોદર પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. જો કે મોડી રાત સુધી યુવકની આત્મહત્યા કરવા
પાછળનું કારણ ના મળતા
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News