ભીલડી જૈન દેરાસરમાં મુનિવર તરીકે સેવા આપતા યુવકને માર મરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 11:39:57
  • Views : 355
  • Modified Date : 2019-10-19 11:39:57

ભીલડીમાં ત્રણ મહિના અગાઉ જૈન દેરાસરમાં ભગવાનની મૂર્તિ વિશે વિવાદ સર્જાયો હતો. જેમાં જૈન દેરાસરમાં મુનિ તરીકે સેવા આપતા યુવક પર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ યુવકને ગતરોજ પોલીસ દ્વારા ઢોર માર માર્યો હોવાના કારણે તેને સારવાર અર્થે ડીસા તેમજ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડીના યુવકને ઢોર માર મારતા યુવકનું બોલવાનું બંધ થઈ ગયુ હતુ અને તબિયત લથડી જતાં યુવકને ડીસા સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ડીસા સિવિલના તબીબે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે યુવકને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે રેફર કરવામાં આવ્યો હતો. આ યુવક ભીલડી જૈન દેરાસરમાં મુનિમજી તરીકે ફરજ બજાવતો હતો. ૩ મહિના અગાઉ મંદિરના કામકાજ દરમિયાન
પરંપરાગત મુજબ ભગવાનની મૂર્તિ નીચે મૂકવામાં આવેલ કિંમતી ધાતુ નીકળેલ હતી. તે બાબતને લઈને આ યુવક વિરુદ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.કલમ ૪૦૮ મુજબની ફરિયાદ નોંધાઈ હતી. જેના કામે પ્રકાશ અરજણભાઈ સગરને કોર્ટમાં રજૂ કર્યા બાદ ૧ દિવસના પોલીસે રિમાન્ડ માંગ્યા હતા.જેમાં અરજણભાઈ સગર (યુવકના પિતા)એ જણાવ્યું હતું કે રિમાન્ડ દરમિયાન આ યુવકને ટ્રસ્ટીઓ મોટી
રાજકીય વગ ધરાવતા હોઈ
પોલીસ પર દબાણ બનાવી યુવકને માર મરાયો હતો.આ યુવકને જો કંઈ થયુ છે તો આની તમામ જવાબદારી
પોલીસ અને ટ્રસ્ટીઓની રહેશે, તેવું યુવકના પિતાએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News