વડગામના નગાણા નદીના પટમાં ઝાડ ઉપર ફાંસો ખાધેલા યુવક-યુવતીની લાશ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 11:31:38
  • Views : 337
  • Modified Date : 2021-02-05 11:31:38

વડગામ તાલુકાના નગાણાની સીમમાં  એક ઝાડ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં  યુવક અને યુવતી લાશ મળી આવતા ગ્રામજનો દ્વારા છાપી
પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
નગાણા સીમમાં નદીના કાંઠે એક ઝાડ ઉપર સાડી વડે યુવક-યુવતી અંદાજે ૨૫-૨૭ વર્ષના ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હોવાની જાણ નગાણા સરપંચને થતાં  સરપંચ દ્વારા છાપી પોલીસને જાણ કરતા છાપી પીએસઆઇ ચૌધરી દ્વારા ઘટનાસ્થળે આવી લાશને નીચે ઉતારીને  પંચનામું કરી વડગામ સરકારી દવાખાને
પીએમ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આ યુવક ડીસા તાલુકાના હોવાનું અનુમાન થઈ રહ્યું હતું. પરંતુ પીએમ બાદ બન્નેની ઓળખ થાય અને યુવતીને
પોતાના વાલી વારસોને
સોંપવામાં આવે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. લટકતી લાશને જાેઈ નદીના પટમાં ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

Download Our B K News Today App



Related News