સાંચોર (રાજ.) ના પળાદર ગામ પાસે કાર પલ્ટી ખાતા ધાનેરાનો યુવક મોતને ભેટ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 11:22:44
  • Views : 520
  • Modified Date : 2019-09-05 11:22:44

 રાજસ્થાનના સાંચોર તાલુકાના પળાદર ગામ પાસે રસ્તો બની રહેલ હોવાથી ધાનેરાના બે યુવકો સ્વીફટ કારમાં સાંચોર જઇ રહ્યા હતા. ત્યારે અચાનક કાર પરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઇડમાં કાર પલ્ટી ખાતા તેમાં બેઠેલા એક ઇસમનું મોત નિપજ્યુ હતું. જ્યારે એકને ગંભીર ઇજાઓ થતાં તેને સાંચોર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ધાનેરાના  બે યુવકો સ્વીફટ કાર લઇને ધાનેરાથી રાજસ્થાનના સાંચોર ખાતે જવા નિકળ્યા હતા. ત્યારે સાંચોર તાલુકાના પળાદર ગામ પાસે હાઇવેનું કામ ચાલુ હોવાના કારણે રસ્તાની સાઇડોમાં ૧૦-૧૦ ફુટ જેટલા ખાડાઓ ખોદી દેવામાં આવ્યા હતા. અને આ યુવકો જ્યારે જઇ રહ્યા હતા ત્યારે અચાનક કાર ચલાવનાર ઇસમે પોતાની કારના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર સાઇડમાં રહેલા ૧૦ ફુટના ખાડામાં પટકાઇ હતી. જેથી કારમાં બેઠેલા જીગ્નેશભાઇ અમૃતલાલ બ્રાહ્માણનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. જ્યારે જગદીશ બાબુલાલ મેઘવાળને ગંભીર ઇજાઓ થતાં લોકો તેમને તાત્કાલિક સારવાર માટે સાંચોરની હોÂસ્પટલ ખાતે ખસેડયા હતા. આ ઘટનાની જાણ સાંચોર પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી તપાસ કરીને મરણ જનારના પરિવાર જનોને જાણ કરી હતી. લાસને પોસ્ટમોટમ માટે સાંચોર સરકારી હોÂસ્પટલ ખાતે લઇ જવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News