બનાસકાંઠામાં નર્મદા ની મુખ્ય કેનાલમાં છલાંગ લગાવી એક યુવકે કરી આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-16 17:22:22
  • Views : 1271
  • Modified Date : 2020-06-16 17:22:22

..... હાલમાં એક તરફ લોકો કોરોના વાયરસથી બચવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ કરતા હત્યા અને આત્મહત્યાના બનાવો વધુ બની રહ્યા છે છેલ્લા એક અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લો લોહિયાળ સાબિત થઈ રહ્યો છે. ક્યાંક લોકો ન જેવી બાબતમાં હત્યા કરી રહ્યા છે તો ક્યાંક લોકો અગમ્ય કારણોસર આરમહત્યા કરી રહ્યા છે. ત્યારે હાલ લોકોના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે ક્યારે બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યાના બનાવો બનતા અટકશે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ ખેડૂતોની સુખાકારી માટે બનાવવામાં આવી છે પરંતુ આજ નર્મદા કેનાલમાં અનેક લોકોએ પોતાનો પૂત, પિતા, માતા, બહેન કે ભાઈને પાણીમાં ડૂબી જઈ આત્મહત્યા કરતો જોયો છે તો ક્યાંક લોકોએ પોતાનો આખો પરિવાર આ કેનાલમાં મરતો જોયો છે. આ કેનાલે અત્યાર સુધી અનેક લોકોની આંખોમાં આશુ લાવ્યા છે. ત્યારે હાલ તો આ નર્મદા કેનાલ લોહિયાળ કેનાલ સાબિત થઈ રહી છે. 

Download Our B K News Today App



Related News