થરાદ શહેરમાં યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરી યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 11:34:03
  • Views : 451
  • Modified Date : 2019-04-22 11:34:03

ભાજપ યુવા મોરચા થરાદ શહેર દ્વારા શિવનગર વિસ્તારમાં વિજય વિશ્વાસ યુવા ભરતી અભિયાન અને યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરી કરવામાં આવી હતી.

ભારતીય જનતા યુવા મોરચા થરાદ શહેરના પ્રમુખ પ્રકાશભાઇ સોની અને એમની ટીમ દ્વારા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે થરાદ શહેરના શિવનગર વિસ્તારમાં વિજય વિશ્વાસ યુવા ભરતી અભિયાનના માધ્યમથી બહોળી સંખ્યામાં યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્‌યા હતા. આખા શિવનગર વિસ્તારમાં પ્રભાત ફેરી નિકાળવામા આવી હતી જેમા ભારત માતા કી જય, વંદે માતરમ્‌, ફીરસે મોદી સરકાર, ઘર ઘર ભગવા છાયેગા રામ રાજ્ય ફીર આયેગાના સૂત્રો પોકારવામાં આવ્યા હતા. યુવા મોરચાના પ્રમુખ પ્રકાશભાઇ સોનીએ યુવાનોને દેશહિત માટે સૌ ટકા મતદાન કરવા અને મતદાન કરાવવા સંકલ્પ લેવડાવ્યો હતો. 

આ કાર્યક્રમના ઇન્ચાર્જ દેવચંદભાઈ સુથાર અને રોમાભાઈ લુહાર હતા. યુવા ભરતીના આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ વસંતભાઈ ત્રિવેદી, નગરપાલિકા પ્રમુખ લવજીભાઈ વાણિયા, મહામંત્રી ભરતભાઈ રાઠોડ, જેહાભાઇ, ઉપ પ્રમુખ રસિકભાઈ વાણિયા, મંત્રી ભરતભાઇ પ્રજાપતિ, કારોબારી સભ્ય હિતેશભાઈ વાણિયા, નજારભાઈ, આઇ.ટી.સેલ ઇન્ચાર્જ રમેશભાઈ પુરોહિત અને આખી યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી.

લોકસભાના ઉમેદવાર જાહેર થયા ત્યારથી સતત ભાજપ યુવા મોરચા થરાદ શહેરના કાર્યકર્તાઓ વિવિધ કાર્યક્રમો થકી લોક સંપર્ક કરી 

પરબતભાઈ પટેલને મોટી લીડથી વિજય બનાવવા અથાગ મહેનત કરી રહ્યા છે.


Download Our B K News Today App



Related News