અંજારથી પરપ્રાંતીયો તંત્રની મંજૂરી વગર સાયકલ પર યુપી જવા રવાના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-16 12:02:34
  • Views : 545
  • Modified Date : 2020-05-16 12:02:34

લોકડાઉનમાં અંજારથી
પરપ્રાંતીય લોકો તંત્રની મંજૂરી વગર સાયકલ પર યુપી જવા નીકળી પડ્‌યા છે. જેમાં તંત્રએ કોઈ મદદ ન કરી હોવાની ફરિયાદ સાથે પરપ્રાંતિયો જાતે જ સાયકલ પર યુપી જવા રવાના થયા છે.  ગુજરાતમાં અનેક
પરપ્રાંતીય લોકો રોજી-રોટી કમાવવા માટે આવ્યા છે પરંતુ લોકડાઉનના કારણે છેલ્લા બે મહિનાથી મજુરી કામ બંધ થઈ જતા અનેક લોકો રખડી પડ્‌યા છે. સરકારે આવા લોકો માટે યુપી સહિત અનેક રાજ્યોમાં જવા માટે ટ્રેનની વ્યવસ્થા શરૂ કરી છે. પરંતુ અનેક જગ્યાએ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે અનેક પરપ્રાંતીય લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. જેમાં કચ્છ જિલ્લાના અંજારમાં આવેલી મિલોમાં રોજીરોટી મેળવતા અનેક લોકો યુપીથી આવ્યા હતા. પરંતુ લોકડાઉન થતા અહીના મજુરોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મજુરોના જણાવ્યા મુજબ લોકડાઉન થતા જ મિલ માલિકોએ તેમને પગાર આપવાનું બંધ કર્યું હતું. એટલુંજ નહીં, પરંતુ જમવાનું પણ
આપવાનું બંધ કરી દેતા મજુરોએ પોતે બચાવેલા પૈસા અત્યાર સુધી વાપરી જમતા હતા. પરંતુ હવે તે પણ પુરા થઈ જતા તેઓએ પોતાના વતનથી પૈસા મંગાવવાની નોબત આવી ગઈ હતી. સ્થાનિક તંત્રએ પણ તેમને વતન મોકલવાની કોઈજ વ્યવસ્થાના કરતા આ ૬ યુવકોએ નવી સાયકલ ખરીદ
પોતાના વતન જાવા નીકળી
પડ્‌યા હતા.  ૧૭૦૦ કિલોમીટર દૂર વતન પહોંચતા અંદાજે એક મહિના જેટલો સમય લાગશે તેમ જણાવ્યું હતું. પરંતુ લોકડાઉનમાં તેમણે વેઠેલી યાતનાઓ યાદ કરતા હવે તેઓ પાછા નહી આવે તેમ ભીના અવાજે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News