યાત્રાધામ ઢીમામાં આડેધડ ગૌચરની જમીન પર બાંધકામોથી ગામમાં પાંચ ફૂટ પાણી ભરાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-02 13:41:35
  • Views : 465
  • Modified Date : 2019-08-02 13:41:35

જગપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭માં ભયંકર પુરની તારાજીથી લાખ્ખો રૂપિયાનું નુકસાન થયું હતું. તો વળી ગામના નિચાણવાળા વિસ્તારોમાં પાંચથી સાત ફૂટ પાણી ભરાવાથી અનેક ગરીબ પરિવારોના કાચા પાકા મકાનો પડી ગયા હતા. સરકારી જમીનો પર વ્યાપક પ્રમાણમાં બાંધકામો કરવામાં આવ્યા છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરી અને નડતરરૂપ દબાણો તોડવામાં નહિ આવે તો હજું પણ સરહદી વિસ્તારમાં રવિવારે રાત્રે ખાબકેલાં ૯ ઇંચ વરસાદને પગલે ઐતિહાસિક માંદેળુ તળાવ ફાટ્યું હતું. ત્યારે હવે વધુ વરસાદ આવશે તો ગામમાં વરસાદી પાણીનો ભરાવો થશે. સરહદી વિસ્તારમાં આડેધડ કરવામાં આવેલી નર્મદાની કેનાલો અને સરકારી પર કોઈપણ મંજૂરી વિના બાંધકામો કરવાથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. ત્યારે ગ્રામજનોમાં ભય ફેલાયો છે. સ્થાનિક ધારાસભ્ય સહિત વાવ તાલુકા વિકાસ અધિકારી અને માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચઅધિકારીએ ગ્રામજનો સાથે બેઠક કરી હતી. તો વળી નડતરરૂપ નાળાઓ તોડવાની મંજૂરી અને બાંહેધરી આપી હતી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે યાત્રાધામ ઢીમા ગામની ચારેતરફ કરવામાં આવેલ ગૌચરની જમીનો પર બાંધકામો હટાવી દેવામાં આવે તો કાયમી નિરાકરણ આવે નહિતર યાત્રાધામ ઢીમામાં વર્ષ ૨૦૧૭માં નુકસાન થયું હતું તેના કરતાં પણ વધારે નુકસાન થાય તો નવાઈ નહીં. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાની ગ્રામપંચાયત પાસેથી માહિતી મેળવી નડતરરૂપ દબાણો હટાવે તેવી માંગ ઉઠી છે.



Download Our B K News Today App



Related News