અંકલેશ્વરમાં ઇન્ટરવ્યૂ માટે આવેલા યુવકો રેલિંગ તૂટતા નીચે પટકાયા, ભારે પડી ધક્કામુક્કી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-11 16:48:02
  • Views : 77
  • Modified Date : 2024-07-11 16:48:02

એક તરફ સરકાર દેશમાં બેરોજગારી દૂર થવાના અને વધુમાં વધુ લોકોને રોજગાર પુરુ પડાયાના દાવા કરી રહી છે. બીજી તરફ આ દાવાઓને ફગાવી દેતો એક વીડિયો સામે આવ્યો છે. ભરુચની એક હોટેલેમાં યોજાયેલા એક વોક ઇન ઇન્ટરવ્યૂમાં નોકરી મેળવવા માટે યુવા વર્ગ રીતસરનો તૂટી પડ્યો. ધક્કામુક્કીમાં રેલિંગ પણ તૂટી ગઇ હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે.ગુજરાતના ભરુચમાંથી નોકરીનાં ઇન્ટરવ્યુ માટે યુવાનો પડાપડી કરી રહ્યાં હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો સંપૂર્ણ ઘટનાની વાત કરીએ તો ભરુચના અંકલેશ્વરમાં નોકરીનાં ઇન્ટરવ્યુ માટે યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબુમાં લેવુ મુશ્કેલ બન્યુ હતુ.ખાનગી કંપનીએ હોટલમાં વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં નોકરીવાંચ્છુક યુવકોની ભીડ બેકાબૂ બની હતી. જેના પગલે ધક્કામુક્કી થતા હોટલની બહારની બાજુમાં આવેલી રેલિંગ તૂટતા યુવાનો નીચે પટકાયા હતા. તેમજ રેલિંગની આગળ મુકેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતુ.

Download Our B K News Today App



Related News