થરાદની નહેર થી પુર્વ પટ્ટી ના ૯૭ ગામોને નર્મદા કમાન્ડ માં સમાવેશ કરવા ખેડૂતો માટે યુવાનો રસ્તા માં ઉતર્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-31 11:12:11
  • Views : 228
  • Modified Date : 2022-05-31 11:12:11


થરાદની નહેર થી પુર્વ પટ્ટી ના ૯૭ ગામોને નર્મદા કમાન્ડ માં સમાવેશ કરવા ખેડૂતો માટે યુવાનો રસ્તા માં ઉતર્યા હતા  થરાદ તાલુકા સંધર્ષ સમિતિ દ્વારા પાંચ હજાર યુવાનો મોટરસાયકલ ઉપર રેલી કરી લુવાણા વાયા રાહ અને થરાદ કલેકટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપ્યું હતું ખેડૂત સંઘર્ષ સમિતિ થરાદ તાલુકાના ખેડૂત આગેવાન માંગીલાલ પટેલ તેમજ થાનાભાઈ પટેલ  ના માર્ગદર્શન હેઠળ ખેડૂતો ને સિંચાઇ નું પાણી મળી રહે તે માટે તેમજ સુજલામ સુફલામ્ ને રાજેસ્થાન બોર્ડર સુધી લાંબી કરવાની માંગ સાથે હજારો યુવાનો સાથે રેલી કાઢી આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી થરાદ તાલુકાના ૧૦૦ થી વધુ  ગામના હજારો થી પણ વધુ ખેડૂતો રેલીમાં જોડાયા હતા   જેમાં ૯૭ ગામના લોકો ને સિંચાઇ નું પાણી મળી રહે તેની માંગ સાથે રેલી યોજી હતી તેમજ  છેલ્લા ૧૦ વર્ષથી  થરાદ તાલુકાના લોકો  ૯૭ ગામોને નર્મદા કમાન્ડ એરીયામ લેવા માંગ ખેડૂતો કરતા આવ્યા છે. જેનું આજ સુધી પરિણામ આવ્યું નથી ત્યારે હવે આંદોલનના મંડાણ થયા છે   ખેડૂત સંધર્ષ સમિતિ ના નેજા હેઠળ હજારોની મેદનીમાં ખેડૂતો અને યુવાનો રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ૧૦૦ ગામના હજારો થી વધુ ખેડૂતોએ મોટરસાયકલ  સાથે લુવાણા થી થરાદ શહેરમાં મહારેલી યોજી હતી   ઉલ્લેખનીય છે કે થરાદ તાલુકાના ૯૭ ગામોની પાણીની સમસ્યા વિકટ છે અને આવી ગરમીમાં ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી રહે એ હેતુથી નર્મદા કમાન્ડ એરીયા લંબાવવાની માગ ઉઠી છે. છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોએ જળ આંદોલનના મંડાણ કર્યા હતા જેમાં ડીડી રાજપૂત, આંબા ભાઈ સોલંકી ,પથુસિહ રાજપૂત સહિતના ના આગેવાનો જોડાયા હતા...

Download Our B K News Today App



Related News