સરકારી ભરતીઓમાં થતા કૌભાંડ અંગે બનાસકાંઠા જિલ્લાના યુવકોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-16 13:42:16
  • Views : 215
  • Modified Date : 2021-12-16 13:42:16

સરકારી ભરતીઓમાં થતા કૌભાંડ અંગે બનાસકાંઠા જિલ્લાના યુવકોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું

 

ભરતી કૌભાંડ અંગે સરકારની નિષ્ક્રિયતા બાબતે આવનારી ચુંટણીઓમાં મતદાન ન કરવા અંગેનો નિર્ણય લીધો

 

બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા સરકારી ભરતીઓમાં કૌભાંડોને લઈ પેપર લીક થવા  મામલે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવ્યું હતું.જો ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં યુવકો અને તેમના પરિવાર ચૂંટણીઓમાં મતદાન નહીં કરે તેવું જણાવ્યું હતું.

 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સરકારી ભરતીયોમાં એક બાદ એક કૌભાંડ બહાર આવી રહ્યા છે.જેને લઈ વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કેટલાક યુવાઓ ભરતી કૌભાંડ મામલે આજે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં યુવકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે ગુજરાતમાં વિકાસને વેગ આપવા પ્રમાણિક અને પારદર્શક વહીવટ પણ જરૂરી છે હમણાં લેવાયેલી મોટાભાગની સરકારી ભરતીમાં કૌભાંડ થયા છે અને ભૂતકાળમાં પણ પરિસ્થિતિ ચાલુ જ હતી અને હાલ પણ યથાવત છે.ત્યારે તાજેતરમાં  તારીખ 12 12 2021 ના રોજ લેવાયેલ બીએડ ક્લાર્કનું પેપર ફૂટી ગયું છે તેવી ચર્ચા સોસીયલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલોમાં પર જોવા મળી રહી છે.ત્યારે જો લાગવગ અને પૈસાના જોરે નોકરી મળશે અને આમ ચાલ્યા કરશે તો સામાન્ય વિદ્યાર્થીઓ જે પોતાના સમય અને નાણાં ખર્ચે છે તેમનું શું થશે  અને અંતે અમે બધા વિદ્યાર્થીઓ એવું નક્કી કરેલ છે કે અમારા પ્રશ્નોના જવાબ મુખ્યમંત્રી સ્વયં આવી સંતોષપૂર્ણ રીતે આપે ત્યાં સુધી અમે અમારા પરિવાર મતદાન કરીશું નહીં. જેવું પત્ર દર્શાવી કલેકટરને આવેદનપત્ર પાઠવવા માવ્યું હતું

Download Our B K News Today App



Related News