પાટણમાં જે દીવાલ માટે યુવકે જાત જલાવી હતી, એ જ દીવાલ તોડી હવે યુવકની અંતિમ યાત્રા કઢાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 13:55:27
  • Views : 11954
  • Modified Date : 2021-01-02 13:55:27

    પાટણમાં મંગળવારે ત્રણ ફૂટની જમીન માટે ચંદ્રસિંહ ઠાકોર નામના યુવકે કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. 85 ટકા દાઝી જતાં યુવકને સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મોતથી રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. યુવકની અંતિમ ઇચ્છા મુજબ તેની નનામી ઘરેથી નીકળે એ માટે વિફરેલા રહીશોએ દીવાલ તોડવાની કામગીરી હાથ ધરી છે.

    3 દિવસથી અમદાવાદ હોસ્પિટલમાં ચંદ્રસિંહ સાથે રહેલ તેમના મોટાભાઈ હસમુખસિંહે જણાવ્યું હતું કે આજે દસ વાગ્યા સુધી તબિયત સારી હતી. મારી સાથે વાતચીત પણ કરતા હતા. પરંતુ બાદમાં અચાનક તેમની હાલત બગડી હતી. બચી શક્યા નથી. અમારી એટલી જ માંગણી છે કે મારો ભાઈ જેમના કારણે સળગ્યો હતો જે બચી શક્યો નથી. જેથી જેમના કારણે મર્યો છે તે બન્ને આરોપીઓ પણ બચવા જોઈએ નહીં. કડકમાં કડક સજા થાય માટે ન્યાયિક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

    ઠાકોર સમાજના ધર્મગુરુ દોલતરામ મહારાજે ઘટના મામલે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભગવાન સૌના છે. એટલે ભગવાનની જમીન માટે કોઈએ ઝઘડો કરવો જોઈએ નહીં. જીવનમાં હંમેશાં જે જતું કરે છે એ જ જીતે છે. કોઈએ ગેરમાર્ગે દોરાવવું જોઈએ નહીં.42 ઠાકોર સમાજના પ્રમુખ ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે જે ઘટના બની છે તે નિંદનીય છે. આવી ઘટના ન ઘટવી જોઈએ તેની તંત્રએ તકેદારી રાખવી જોઈએ. ઠાકોર સમાજના આ છોકરાએ વીડિયોથી જાણ કરી હતી કે તમે મારો ન્યાય નહીં આપો તો હું આત્મવિલોપન કરીશ. જ્યાં તેને ન્યાય મળવામાં વિલંબ થતા આત્મવિલોપન કરવું પડ્યું. આમાં તટસ્થ તપાસ થવી જોઈએ. તકલીફોનું તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ. સમાજના પ્રમુખ તરીકે ઉચ્ચ સ્તરે સરકારમાં રજુઆત કરવી પડશે તો હું કરીશ અને આ મુદ્દો વિધાનસભા સુધી લઈ જવો પડશે તો હું લઈ જઈશ.આ મરણ પામનાર ઠાકોર સમાજના દિકરાને બેતાલીસ ઠાકોર સમાજના પ્રમુખ અને ધારાસભ્ય તરીકે ન્યાય અપાવીને જંપીશું.

    ઠાકોર સમાજના ધર્મગુરુ દોલતરામ મહારાજે ઘટના મામલે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે કાર્યમાં સૌનું ભલું થાય તેમાં જ સૌએ સાથ આપવો જોઈએ. કોઈએ ગેરમાર્ગે દોરાવવું જોઈએ નહીં. ભગવાન સૌના છે. એટલે ભગવાનની જમીન માટે કોઈએ ઝગડો કરવો જોઈએ નહીં. જીવનમાં હમેશા જે જતું કરે છે એજ જીતે છે. એટલે આ બાબતે સૌએ જતું કરવાની ભાવના રાખવી જોઈએ.ઠાકોર સેના પાટણના પ્રભારી દિનેશજી ઠાકોરે જણાવ્યું હતું કે આરોપીઓ સામે ઈપીકો 306 સહીત કલમો ફરિયાદમાં ઉમેરી તેમને કરેલ કૃત્ય બદલ કડકમાં કડક સજા થાય અને તેમને જેમના માટે આ પગલું ભર્યું તે જમીન માનવતાની રાહે તેમને મળે એવો અમારો પ્રયાસ રહેશે. તે માટે અમે આગોવાનો એક બેઠક કરીશું કરવું તે નક્કી કરી નિર્ણય લેવાના છીએ.

    પાટણના નાયબ કલેકટર સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે તેમનું મોત થયું હોવાનું સાંભળવા મળ્યું છે. સતાવાર કોઈ જાણ થઇ નથી કે કોઈ કાર્યવાહી સૂચના અમને હજુ મળી નથી. હજુ સુધી આ બાબતે કોઈ રજુઆત મળી નથી. પરંતુ જોઈ કોઈ રજુઆત આવશે કે માંગણી હશે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરીશું.ચંદ્રસિંહના મોતના સમાચાર મળતાં જ પરિવારમાં શોક છવાયો હતો. પરિવારની ચિંતા કરી પોતાની પરવા કર્યા વિના જ અગ્નિસ્નાન કરી લેતાં આખરે મોત થતાં ચંદ્રસિંહના પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. અંતિમ વિધી માટે લાશ ઘરે લવાતાં પરિજનોમાં આંસૂની ધારાઓ વહી વહી.




Download Our B K News Today App



Related News