રાજકોટ નજીકના જામગઢ ગામે વાડીમાં યુવાનની હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-19 18:15:04
  • Views : 63
  • Modified Date : 2025-05-19 18:15:04

 રાજકોટ નજીકના જામગઢ ગામે રહેતા મુકેશ વેલાભાઈ વાવડીયા (ઉ.વ.૩૩)ની તેની જ વાડીમાં હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કોણે અને કયા કારણસર કરી તે અંગે પોલીસને કોઈ માહિતી મળી નથી. કુવાડવા રોડ પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું છે. 

હત્યાનો ભોગ બનનાર મુકેશ બે ભાઈ અને બે બહેનમાં સૌથી નાનો હતો.  તે મોટાભાઈ સાથે રહેતો હતો. બીજા નંબરની બહેન શોભનાબેન વાંકાનેરના જીવાપર ગામે અને ત્રીજા નંબરની બહેન ભાનુબેન બેટી ગામે સાસરે છે. માતા-પિતા નિવૃત જીવન ગુજારે છે. 

ગઈકાલે સાંજે મુકેશ ઘરે જમ્યા બાદ   નિત્યક્રમ મુજબ બહાર નીકળી ગયો હતો. તે દરરોજ રાત્રે વાડીએ સુવા માટે જતો રહેતો હતો. જે મુજબ ઘરેથી નીકળી ગયા બાદ વાડીએ સુવા જતો રહ્યો હતો. આજે સવારે તેનો મોટો ભાઈ વિનુભાઈ ઉર્ફે વિનાએ ઘરેથી નકટી નામની પોતાની વાડીએ પહોંચીને જોયું તો ખાટલામાં તેનો નાનોભાઈ મુકેશ લોહીલુહાણ હાલતમાં પડયો હતો. 

Download Our B K News Today App



Related News