બોટાદ સેવા સદનમાં યુવાનની હત્યા કેસ, વધુ 5 આરોપીની ધરપકડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-25 14:41:39
  • Views : 104
  • Modified Date : 2023-11-25 14:41:39

બોટાદ તાલુકા સેવા સદનમાં થયેલી યુવકની હત્યાના કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ કરાઈ છે. 22 નવેમ્બરે તાલુકા સેવા સદનમાં સરાજાહેર યુવકની હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભાઈએ ગઢડા પોલીસ સ્ટેશનમાં 7 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.મહત્વનું છે કે પોલીસે 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે ફરાર થયેલા વધુ 5 આરોપીને હવે પોલીસે ઝડપી પાડ્યા છે. 10 વર્ષ પહેલા થયેલી મારામારીની અદાવતમાં યુવકની હત્યા થયાનું તપાસમાં સામે આવ્યું છે.

Download Our B K News Today App



Related News