પુંસરીમાં પુરપાટ દોડતી કાર માઇલસ્ટોન ઉખાડી પલટી ગઇ, ચારને ઇજા, એક યુવકનું મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 11:13:17
  • Views : 340
  • Modified Date : 2020-10-11 11:13:17

  

  દાહોદ તાલુકાનાં પુંસરી ગામે પરોઢે એક કાર માઇલસ્ટોસાથે અથડાઇને પલટી ખાધી હતી. જેથી દાહોદ એક યુવકનું મોત થઇ જતાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ઉપરાત કારમાં ચારેય યુવાનો પણ ગંભીર રૂપે ઘાયલ થયા હોવાથી દોડધામ મચી ગઇ હતી. મધ્ય પ્રદેશના પીટોલથી ચા પીને પરત આવતાં યુવાનો સાથે આ અકસ્માત સર્જાયો હતો. દાહોદ તાલુકા પોલીસે કાર ચલાવતા યુવક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

  જેથી કાર રોડ સાઇડે માઇલસ્ટોન સાથે ધડાકાભેર અથડાઇ હતી. કારની જોરદાર ટક્કરથી આખો માઇલસ્ટોન ઉખડી દીધો હતો. ત્યાર બાદ પલટી ખાઇને ડિવાઇર સાથે અથડાતા કારના આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતાં. આ અકસ્માતમાં નિરવના માથા પર ગંભીર પ્રકારની ઇજા થતાં તેનું ઘટના સ્થળે મોત થઇ ગયું હતું. આ સાથે કારમાં સવાર હેમરાજને માથે ઇજા થઇ હતી. કૌશિકના ડાબા પગે ઇજા સાથે ખભો ફ્રેક્ચર થઇ ગયો હતો. અવધની પાંસળીઓ ફ્રેક્ચર થઇ ગઇ હતી. ઘનશ્યામને પણ જમણા પગે ઇજા થઇ હતી. ઘટનાની જાણ થતાં ધસી ગયેલા વિસ્તારના લોકોએ 108 બોલાવીને ચારે યુવાનોને દવાખાને ખસેડ્યા હતાં. આ ઘટનાથી પુરબિયાવાડ અને હનુમાન બજાર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

Download Our B K News Today App



Related News