આણંદના વાંસ ખીલીયા ગામના યુવકનું કેનેડામાં હાર્ટ એટેકથી મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-15 20:14:39
  • Views : 46
  • Modified Date : 2025-05-15 20:14:39

આણંદ :

કેનેડામાં એક ગુજરાતી યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. આણંદ તાલુકાના વાંસ ખીલીયા ગામના ૨૨ વર્ષીય યુવકનું આકસ્મિક મોત થતાં સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.  દેવ પટેલના પાથવ દેહને માદરે વતન લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આણંદ તાલુકાના વાંસ ખીલીયા ગામના ૨૨ વર્ષીય દેવ પટેલ લગભગ આઠ માસ પૂર્વે સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા ગયો હતો. ગત સપ્તાહમાં જ દેવ પટેલે પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. દરમિયાન આઠમી મેના રોજ  અચાનક જ દેવ પટેલનું હાર્ટ અટેકના કારણે મોત નીપજતા પરિવારજનો શોકમગ્ન બની ગયા છે. 

Download Our B K News Today App



Related News