વડોદરામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર અત્યાચારના આરોપ સાથે યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-24 14:03:59
  • Views : 60
  • Modified Date : 2026-01-24 14:03:59

ઉત્તરપ્રદેશમાં સંગમ તટ પર આયોજિત માઘ મેળામાં જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ અને સાધુઓ પર અત્યાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા આજે ન્યાય મંદિર ખાતે ભગતસિંહ ચોક પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર મહારાજ પાસે શંકરાચાર્ય હોવાનો પ્રમાણ માગીને પોતાની સનાતન વિરોધી માનસિકતા જાહેર કરી છે. આ વિરોધ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા પર કાળી ઇન્ક નાખી પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

7 કાર્યકરોને ટીંગાટોળી કરી અટકાયત

વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ તેમજ રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા, NSUI પ્રમુખ અમર વાઘેલા, તીર્થ બ્રહ્મભટ્ટ સહિત કુલ 7 કાર્યકરોને ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. થોડા સમય માટે જાહેર રોડ પણ તણાતણીના દ્રશ્યો સર્જાયા હતા.

'ભાજપ સરકાર હિન્દુ વિરોધી': યુથ કોંગ્રેસ

યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓએ જણાવ્યું હતું કે, 'યોગી સરકાર હિન્દુત્વના નામે મત મેળવે છે પરંતુ હિન્દુ સંતોનું અપમાન કરે છે'. ભાજપ હિન્દુના નામે રાજનીતિ કરી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સાથે જ પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવી ભાજપ સરકારને હિન્દુ વિરોધી ગણાવી ટીકા કરી હતી.

 


Download Our B K News Today App



Related News