ડીસાની બીકે ગેલેક્સી સોસાયટીમાં યુવકે કરી આત્મહત્યા...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-04 11:04:42
  • Views : 4111
  • Modified Date : 2022-06-04 11:04:42

 

યુવકે પંખા પર ઓઢણીથી ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા...

 

ડીસા ખાતે આવેલી ગેલેક્સી સોસાયટીમાં એક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં એક મહિનાની બાળકી પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી વ્યાપી છે...

 

બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યા અને હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે ગુનાહિત ઘટનાઓમાં વધારો થઈ રહે છે તેને લઇ લોકોમાં ભય જોવા મળી રહે છે છેલ્લા એક મહિનામાં અનેક લોકોની હત્યા અને અનેક લોકોએ અગમ્ય કારણોસર આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપ્યો છે આજે લોકો સાંસારિક જીવનમાં નજીવી બાબતમાં આવેશમાં આવી જઈ હત્યા અને આત્મહત્યા જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે વધુ એક યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ડીસાની બીકે ગેલેક્સી સોસાયટીમાં રહેતા જયેશ ઉર્ફે રાવડી કિશનભાઇ ધોબીએ પોતાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર પંખા પર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા એક મહિનાની બાળકી તેના પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો ઘટનાની જાણ ડીસા ઉત્તર પોલીસને કરાતા પોલીસ ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News