અમદાવાદ એરપોર્ટ ઉપરથી બનાવટી ફ્રેન્ચ પાસપોર્ટ આધારે મુસાફરી કરતો યુવક પકડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-25 14:24:07
  • Views : 52
  • Modified Date : 2025-04-25 14:24:07

વિદેશ જવાની ઘેલછામાં દિવસેને દિવસે બનાવટી પાસપોર્ટ બનાવવાના કિસ્સા વધી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી આણંદ જિલ્લાના કરમસનના યુવકને બનાવટી ફ્રેન્ચ પાસપોર્ટ સાથે પકડી પાડયો હતો અને તેની સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી જેમાં યુવકે ત્રણ લાખ આપીને આ પાસપોર્ટ બનાવડાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

આ કેસની વિગત એવી છે કે અમદાવાદ એરપોર્ટ પોલીસે આણંદ જિલ્લાના કરમસદના જેવીનભાઇ પટેલ સામે ગુનો નોંધ્યો છે કે તા. ૨૩ના રોજ અમદાવદ એસ.વી.પી.આઇ એરપોર્ટ ઇમીગ્રેશન નંબર-૧૭ ઉપર કતાર એરવેઝ ફ્લાઇટ અમદાવાદ દોહાના પેસેન્જરના ચંકિંગની કામગીરી ચાલતી હતી આ સમયે આણંદ જિલ્લાના કરમસદના જેવીન પટેલનો પાસપોર્ટ ચેક કરતાં બનાવટી હોવાની જાણ થઇ હતી.

Download Our B K News Today App



Related News