પંજાબમાં આપનો ભવ્ય વિજય થતા ડીસામાં વિજય ઉત્સવ યોજાયો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-12 11:59:21
  • Views : 209
  • Modified Date : 2022-03-12 11:59:21

પંજાબમાં આપનો ભવ્ય વિજય થતા ડીસામાં વિજય ઉત્સવ યોજાયો..

 

આપના કાર્યકર્તા દ્વારા વિજય ઉત્સવ યોજાયો...

 

પંજાબ ખાતે આમ આદમી પાર્ટી નો ભવ્ય વિજય થતા આપના કાર્યકર્તા માં ખુશી જોવા મળી છે.જ્યારે પંજાબ માં ભવ્ય વિજય થતા ડીસામાં આપના કાર્યકર્તા દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો હતો...

 

દેશમાં યોજાયેલી 5 રાજ્યોની ચૂંટીણીમાં દેશના તમામ લોકોની નજર પરિણામ પર હતી. આજે ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યો પર ભાજપે કબ્જો મેળવ્યો હતો ત્યારે એક રાજ્ય પર આમ આદમી પાર્ટી ખેડૂતોના વિરોધ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ સામે મેદાન મારી ગયું હતું.પાંચ રાજ્યમાં મત ગણતરી યોજાયા બાદ આપ દ્વારા પણ પંજાબ માં ભવ્ય વિજય મેળવ્યો હતો આજે આપ દ્વારા પંજાબ માં ભવ્ય વિજય થતા આમ આદમી ના કાર્યકર્તા માં ખુશી જોવા મળી હતી સમગ્ર ગુજરાતમાં આપ ના કાર્યકર્તા દ્વારા પંજાબ માં આપ નો ભવ્ય વિજય થતા ઠેર ઠેર વિજય ઉત્સવ યોજાઈ રહ્યો છે.ત્યારે બનાસકાંઠા જિલ્લા ના ડીસા ખાતે આપ ના કાર્યકર્તા દ્વારા ડીસા સાઈબાબા મંદિર નજીક વિજય ઉત્સવ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તા હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News