કરતબો બતાવવા અખાડાના યુવાનો તૈયાર,પ્રથમ વાર કુંગ-ફૂના કરતબો જોવા મળશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-19 15:04:16
  • Views : 138
  • Modified Date : 2023-06-19 15:04:16

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ નજીક આવી રહ્યો છે. નાથની નગરચર્યા માટે તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ત્યારે હેરત અંગેઝ કરતબો બતાવવા અખાડાના યુવાનો તૈયાર થઈ ગયા છે. રથયાત્રામાં ગજરાજ બાદ સૌથી વધુ આકર્ષણ અખાડા જમાવતા હોય છે. અખાડાના કરતબબાજો એક કે દોઢ મહિના લાંબી તૈયારી બાદ ખતરનાક ખેલ રજૂ કરે છે. આ વખતે રથયાત્રા જોવા આવેલા શ્રદ્ધાળુઓને પ્રથમ વાર કુમ-ફૂના કરતબો જોવા મળશે. કુંગ-ફૂના અદભૂત સ્ટંટ માટે કરતબકારો આકરી પ્રેક્ટિસ કરી રહ્યાં છે.દર વર્ષે રથયાત્રામાં હજારો ભક્તોનું ઘોડાપુર અખાડા, ભજન મંડળી અને 100 જેટલા ટ્રકો જોડાય છે ત્યારે રથયાત્રાની ઘડીઓ ગણાય રહી છે. અખાડામાં કરતબો કરતા પહેલવાનો દ્વારા મલખમ જોરશોરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.અમદાવાદની રથયાત્રામાં સાયકલ સ્ટંટ, સૂતા ચાર લોકો પરથી પૂરઝડપે દોડતા બાઈકનું સ્ટંટ પણ હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. આ ઉપરાંત બરંડી અને ચક્રને ફૂલ સ્પીડમાં ગોળ-ગોળ ફેરવવા કે પછી લાકડી, ભાલા અને તલવારબાજીના અનવવા સ્ટંટ જોઈને ભક્તો ખુશ થઈ જાય છે.અમદાવાદમાં જગતના નાથની નગરચર્યા દરમિયાન અંદાજે 30 જેટલા અખાડા જોડાય છે. જેમાં ભાગ લેનારા 3 હજાર જેટલા કરતબબાજો રથયાત્રાની શોભા વધારે છે. રથયાત્રામાં રજૂ થતા આગના અવનવા સ્ટંટ પણ જોઈને દંગ રહી જવાય. કરતબબાજો જ્વલનશીલ પ્રવાહી રાખીને મોંમાથી આગની જ્વાળાઓ બહાર કાઢે છે.ઐતિહાસિક પરંપરા મુજબ રથયાત્રામાં અખાડાનું અનેરું મહત્વ હોય છે. ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે આ અખાડા પર પોતાની કરતબબાજીની ઝાખીનું પ્રદર્શન કરતા હોય છે. આ કરતબબાજીમાં બજરંગ અખાડા નંબર-1 છે. તે લગભગ 146 વર્ષથી ચાલે છે.આ ઉપરાંત લાંબા સમયથી કસરત કરીને કસાયેલા શરીરની પણ બોડી બિલ્ડરો રજૂઆત કરે છે. નાના બાળકોથી લઈને મોટેરાંઓ સૌ અંગ કસરતના ખેલમાં જોડાય છે. ભગવાન જગન્નાથ અને બલભદ્રને અખાડા પ્રિય હતા. તેથી જ અમદાવાદની રથયાત્રામાં વર્ષોથી અખાડા અને કરતબબાજો જોડાય છે.

Download Our B K News Today App



Related News