ડીસા ના કૂચવાડા નજીક ટ્રેલર ની ટક્કર યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 11:17:21
  • Views : 208
  • Modified Date : 2022-06-14 11:17:21

ડીસા ના કુચાવાડા નજીક મોડી રાત્રે એક પુરપાટ જતા ટ્રેલરે  બાઇક સવાર યુવક ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં ગભીર ઇજા ના કારણે બાઇક ચાલક નું મોત નીપજ્યું હતું જેથી આ બાબતે મૃતક યુવકના પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ  ફરિયાદ નોંધવાતા પોલીસ તપાસ હાથ ધરી છે.

 

આ અકસ્માત ની વિગતો અનુસાર ડીસા ના વિરુણા ગામે રહેતા વસતપુરી તેજપુરી ગોસ્વામી મજૂરી કામ કરી  પરિવાર નો નિર્વાહ કરે છે જેઓ પોતાના ઘરે હતા.જે દરમ્યાન તેમને પેટ માં દુખાવો ઉપડતા તેમણે તેમના દીકરા ચિરાગ ને બાઇક લઈ ઇનો સોડા લેવા માટે મોકલેલ જોકે તેના થોડા સમય બાદ તેમનાં ગામના માજી  સરપંચ રમેશભાઈ દેસાઈ નો તેમના ઘરે આવેલા અને  વસંતપુરી ને જણાવેલ કે તમારા દીકરા નો ઝેરડા કુચાવડા રોડ નજીક આવેલ મહાદેવ હોટલ નજીક અકસ્માત થયેલ છે જે બાબત ની જાણ થતાં વસંતપુરી  ત્યાં ગયેલા અને જોયું તો તેમનો દીકરો ચિરાગ રોડ ઉપર મરણ હાલત માં પડેલો હતો અને તેના માથાના ભાગે લોહી નીકળતું હતું જૉકે  તે દરમિયાન અકસ્માત વાળી જગ્યા એ ઉભેલા ઈસમો જણાવેલ કે આર જે ૦૧ જી બી ૩૮૦૯ ના ચાલકે ગફળતભર્યું ટ્રેલર  ચલાવી આ યુવકને અડફેટે લઈ અકસ્માત સર્જેલ છે અને અકસ્માત બાદ તેનોં ચાલક ફરાર થઇ ગયેલ છે જેથી આ બાબતે વસંત ભાઈ એ ડીસા તાલુકા પોલીસ મથકે આર જે ૦૧ જી બી ૩૮૦૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા તાલુકા પોલીસ દોડી આવી હતી અને મૃતક ચિરાગ ની લાસ ને પી એમ અર્થે ખસેડી આ અકસ્માત બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News