ડીસામાં 500 રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા મોટાભાઈને છોડાવવા જતાં નાના ભાઈને છરાના ઘા વાગતા મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-05 11:06:53
  • Views : 13760
  • Modified Date : 2022-06-05 11:06:53

 

 

મોબાઇલ ફોનના રૂપિયા 500ની લેતીદેતીમાં યુવકની જાન ગઈ

 

ડીસા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં મોબાઇલ ફોનના રૂપિયા 500ની લેતીદેતીમાં ઝઘડો થતાં મોટાભાઈને છોડાવવા વચ્ચે પડેલા નાના ભાઈને છરીના ઘા વાગતા તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડીસામાં ચાર દિવસ અગાઉ   માત્ર વીસ રૂપિયાની લેતીદેતીમાં એક યુવકની હત્યા થઈ હતી જ્યારે આજે ફરીથી 500 રૂપિયા જેવી નજીવી રકમની બાબતમાં યુવકની હત્યા થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

 

ચકચારી ઘટનાની વિગત એવી છે કે, ડીસાના રવેચી નગર ખાતે રહેતા મૂળ કાંકરેજ તાલુકાના  વડા ગામના માલાભાઈ ઉર્ફે મનીષ જામાજી ઠાકોરે  થરાદ તાલુકાના ડૂવા ગામના અને હાલ ડીસાના અંબિકાચોક પાસે ગાયત્રીનગરમાં રહેતા દિલીપકુમાર નાગજીભાઈ બારોટ પાસેથી રૂપિયા 6,000 માં ઓપો કંપનીનો મોબાઇલ ખરીદ્યો હતોજે પેટે તેણે 2000 રૂપિયા દિલીપને આપ્યા હતા જોકે ફોન પસંદ આવતા માલા ઠાકોરે બીજા દિવસે દિલીપ ને ફોન પરત કરી દીધો હતો. જેથી દિલીપે તેને રૂપિયા 1500 પરત આપ્યા હતા અને 500 રૂપિયા વપરાઈ ગયા હોવાથી પછીથી આપવા જણાવ્યું હતું. જે બાદ 15 દિવસ પછી  માલા ઠાકોરે દિલીપ પાસેથી ઉઘરાણી કરતા તેણે પૈસા સગવડ થાય  ત્યારે આપી દે તેમ જણાવ્યું હતું. જેથી માલા ઠાકોરે ફોન પર ગાળાગાળી કરી કરતા દિલીપે તેને બહાર મળવા જણાવ્યું હતું.

 જેથી દિલીપ તેનો ભાઇ ચિરાગ (..20) તેમજ માલનો ભાઈ મહેશ,કનુભા,ફુલસિંગ,કૌશિક  સહિત મિત્રો ગાયત્રી નગર પાછળ આવેલ વિનાયક પ્લોટમાં  વોકિંગ કરવા રાત્રે ભેગા થયા હતા સમયે  માલા ઠાકોરે આવી દિલીપ પર હુમલો કર્યો હતો.જેથી દિલીપને છોડાવવા તેનો ભાઇ ચિરાગ વચ્ચે પડતા માલાએ ચિરાગને માથામાં મારી હતી જેથી તે સહેજ પાછો પડતાં તરત માલાએ પોતાની ફેંટમાંથી છરો કાઢી ચિરાગ ના પીઠ માં ભોંકી દીધો હતો. લોહીલુહાણ થયેલા ચિરાગ ને તુરંત ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે પાલનપુર સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં લઇ જવાયો હતો. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો . બનાવ અંગે દિલીપ નાગજીભાઈ બારોટે માલાભાઈ ઉર્ફે મનીષ જામાજી ઠાકોર સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News