ગોંડલના ખાંડાધારમાં લગ્નની લાલચ આપી યુવકે સગીરાનું ઇકો કારમાં અપહરણ કર્યુ, મધ્યપ્રદેશ લઇ જઇ અઢી મહિના સુધી દુષ્કર્મ આચર્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 16:10:13
  • Views : 240
  • Modified Date : 2021-03-10 16:10:13

    ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની સગીરાનું મધ્યપ્રદેશના રાકેશ ડામોરે લગ્નની લાલચ આપી ઇકો ગાડીમાં અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચાર્યાની ઘટના સામે આવી છે. આ અંગે સગીરાના પરિવારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    પોલીસે રાકેશ ડામોર વિરૂદ્ધ ફરિયાદ નોંધી IPC કલમ 376(2)(એન), 363, 366, 114 તથા પોક્સો એક્ટ કલમ 4, 6 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અપહરણની ઘટનામાં આરોપી રાકેશ ડામોરના કાકા ટકરીયાએ મદદગારી કરી હોય તેની સામે પણ ગુનો નોંધાયો છે. ગોંડલ તાલુકા પોલીસે ટકરીયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

    બનાવ અંગે તાલુકા PSI એમ.જે. પરમારે જણાવ્યું હતું કે, સગીરાનું અપહરણ 18 જાન્યુઆરીના રોજ થયું હતું. બાદમાં આરોપી શખ્સ મધ્યપ્રદેશ સુધી લઈ ગયો હતો. આશરે અઢી માસ દરમિયાન અનેકવાર દુષ્કર્મ ગુજારી સગીરાને તેના માતા-પિતાના હવાલે કરતા ફરિયાદ નોંધાઇ હતી. આ અંગેની વધુ તપાસ કે.એન. રામાનુજન દ્વારા હાથ ધરાઇ છે.રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ નજીક મંછાનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અજય ભુપત દુધરેજીયાએ 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી હતી. તરુણી ઘરે એકલી હોય ત્યારે સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હવસનો શિકાર બનાવતો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં તરુણીની માતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમ લગાડી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

    તરુણીની માતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેને કુલ 6 સંતાન છે અને 6 સંતાન પૈકી 17 વર્ષની તરુણી છેલ્લા 1 વર્ષથી અજય સાથે પ્રેમ સંબંધ ધરાવતી હતી. ગત 1 માર્ચના રોજ તરુણી ઘરે એકલી હતી અને આ સમયે અજયે ઘરે આવી બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધવા કહ્યું હતું. જોકે તરૂણીએ ઇન્કાર કરતા મારી નાખવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તરુણી જ્યારે પણ ઘરે એકલી હોય ત્યારે તે આવી બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધતો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News