વડોદરા પાસે પૂરપાટ ઝડપે જઇ રહેલી કારની ટક્કરે યુવાને જીવ ગુમાવ્યો, મકરપુરા રોડ પર એક્ટિવા-બાઇક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 14:49:16
  • Views : 305
  • Modified Date : 2020-09-25 14:49:16

      વડોદરા શહેરના મકરપુરા રોડ પર બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીલ ગામ પાસે થયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. આ બંને અકસ્માતોના બનાવમાં માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એક્ટિવા લઇને કામ અર્થે નીકળેલા યુવાનને કારે ટક્કર મારતા મોત
વડોદરા પાસે આવેલા બીલ ગામના રહેવાસી નરેન્દ્રભાઇ અંબાલાલ પટેલ પોતાના અંગત કામથી એક્ટિવા લઇને નીકળ્યા હતા, તે દરમિયાન બીલ ગામ પાણીની ટાંકી પાસે એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે તેમની એક્ટિવાને અડફેટે લેતા નરેન્દ્રભાઇને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી ઇજાગ્રસ્ત નરેન્દ્રભાઈને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરા શહેરની ગોત્રી જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવ સંદર્ભે માંજલપુર પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને કાર નંબરના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
જ્યારે બીજા બનાવમાં વડોદરા શહેરના મકરપુરા ખાતે ખાનગી શો-રૂમમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા પાર્થ ભટ્ટ બપોરના સમયે મકરપુરા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન હનુમાન મંદિર પાસે તેઓની બાઇકનો એક્ટિવા સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક યુવાન પાર્થ ભટ્ટને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે પાર્થને મૃત જાહેર કર્યો હતો, જ્યારે એક્ટિવા ચાલકને પણ ઇજા પહોંચી હતી. આ બનાવમાં માંજલપુર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News