ડીસામાં સોશ્યલ મીડિયામાં બાપુ કેમ લખ્યું તેમ કહીક ધમકી આપતા યુવક ની આત્મહત્યા : સાત લોકો સામે નોંધાઈ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-06 12:58:05
  • Views : 1643
  • Modified Date : 2021-10-06 12:58:05

ડીસામાં સોશ્યલ મીડિયામાં બાપુ કેમ લખ્યું તેમ કહીક ધમકી આપતા યુવક ની આત્મહત્યા :  સાત લોકો સામે નોંધાઈ ફરિયાદ  

આત્મહત્યા પેહલા યુવકે ઓડિયો કલીપ બનાવી હતી, આત્મહત્યા બાદ મોબાઇલ ચેક કરતા મળ્યા પુરાવા

 

બનાસકાંઠા ના ડીસા માં એક યુવકે અઠવાડિયા અગાઉ કરેલી આત્મહત્યા મામલે સાત લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. મૃતક યુવક રાવળ જ્ઞાતિ નો હોઈ સોશિયલ મીડિયામાં બાપુ લખી એક ફોટો શેર કરતા કેટલાક લોકોએ ધમકી આપતા કંટાળેલા યુવકે આત્મહત્યા કરી હોવા ની ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

ડીસા તાલુકાના રાણપુર ગામે રહેતા દિપક રાવળ નામના યુવકે તેના સોશિયલ મીડિયા પર બાપુ લખી તેનો ફોટો શેર કર્યો હતો જે મામલે કેટલાક લોકોએ તેને ફોન પર ધમકી આપવાનું શરૂ કર્યું હતું તેમજ તેના વોટ્સએપ પર પણ બાપુ કેમ લખ્યું છે તેમ કહી ધમકી આપતા હતા જેથી કંટાળેલા આ દિપકે અઠવાડિયા અગાઉ એક ઓડિયો ક્લિપ બનાવી રેલવે ટ્રેક પર જઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કર્યા બાદ તેના પરિવાર જનોએ મોબાઈલ ચેક કરતા કેટલાક પુરાવા મળ્યા હતા જેમાં બાપુ લખવા મામલે કેટલાક લોકો ધાક ધમકીઓ આપતા આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું જે મામલે તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે યુવકના મોત માટે દુષ્પ્રેરણ કરનાર સાત શખ્સો સામે IPC 306 મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે જેમાં આરોપીઓ તરીકે 1....સંજયસિંહ જેણસિંહ દરબાર

2...હોનસિંહ હરિસિંહ દરબાર

3...જેહુસિંહ હરિસિંહ દરબાર

4...વસંત હોજમાલ દરબાર

5...વિજુસિંહ ઇશ્વરસિંહ દરબાર

6...રમેશસિંહ અનુપસિંહ દરબાર

7...અદુસિંહ જવેરસિંહ દરબાર

( તમામ રહે. રાણપુર ઉગમણાવાસ, તા..ડીસા ) વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News