અમીરગઢ જાસોર રીંછ અભ્યારણના કેદારનાથ લઘુ સિંચાઇ યોજના ડેમમાં યુવાન ગરકાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-02 11:02:14
  • Views : 295
  • Modified Date : 2022-08-02 11:02:14

અમીરગઢ જાસોર રીંછ અભ્યારણના કેદારનાથ લઘુ સિંચાઇ યોજના ડેમમાં યુવાન ગરકાવ

અમીરગઢ તાલુકાના જાસોર રીંછ અભ્યારણ ખાતે કેદારનાથ મંદિરના તળેટી વિભાગમાં લઘુ સિંચાઇ ડેમ આવેલ છે. અને હાલમાં સારા પ્રમાણમાં વરસાદ થતાં આ ડેમ ભરાઈ ગયેલ છે. અને અહિયા નયનરમ્ય વાતાવરણના કારણે પ્રકૃતિ સોળે કળાયે ખીલેલી જોવા મળે છે.આ આહલાદક અને નયનરમ્ય વાતાવરણની વચ્ચે ભોળા શંભુ કેદારનાથ મહાદેવ પણ અતિ પ્રાચિનકાળથી બિરાજમાન છે.તેથી શ્રાવણ માસમાં અહિયા હજજારોની સંખ્યામાં યાત્રાળુ અને શ્રધ્ધાળુઓ આવતા હોય છે. ભગવાન ભોળા શંભુના દર્શનનો લહાવો લેવા બનાસકાંઠા જીલ્લાના જીલ્લામથક પાલનપુરથી ચાર-પાંચ મિત્રો તા.31/07/2022. ના આવેલા અને તેઓ ડેમમાં પાણી ભરાયેલ જોતા ડેમના કિનારે આહલાદક નઝારો નિહાળી રહ્યા હતા તે દરમ્યાન કલ્પેશ પુરી રમેશ પુરી ગૌસ્વામીનો પગ લપસી જતાં યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ત્યારે સાથી મિત્રોએ બુમાબુમ કરતા બીજા અનેક લોકો દોડી આવેલા અને પોલિસને જાણકારી આપતા અમીરગઢ પોલિસ સ્થળે હાજર થઇ સ્થાનિક તરવૈયા બોલાવી યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો જ્યાં અને તેને મૃત ઘોષિત કર્યો હતો અને મૃતકની લાશને પી.એમ અર્થે અમીરગઢ સી.એસ.સી મોકલી અમીરગઢ પોલિસે વધુ તપાસ હાથ ધરી હતી

Download Our B K News Today App



Related News