આયુર્વેદ-હોમીયોપેથી દવા થી 15ના રીપોર્ટ પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-25 18:00:05
  • Views : 871
  • Modified Date : 2020-04-25 18:00:05

વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ અપનાવવામાં આવી રહી છે અને તે ખૂબ કારગત સાબિત થઈ રહી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ અને હોમીયોપેથી દવાઓને વધુને વધુ નાગરિકો પ્રાથમિકતા આપી રહ્યા છે.કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ કે જેમને કવોરન્ટાઇન કરાયેલા છે તે પૈકી 91,341 વ્યકિતઓએ આયુર્વેદ - હોમીયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે કવોરંટાઇન વ્યક્તિઓમાં જે 91,341 લોકોએ આયુર્વેદ - હોમીયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી હતી તે પૈકી માત્ર 15 દર્દીઓના જ રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, જે તમામ 15 દર્દીઓએ ત્રણ દિવસથી પણ ઓછો સમય આ રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું સેવન કર્યું હતું.નોવેલ કોરના વાયરસ (Covid-19)નું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના (Covid-19)ના સંક્રમણથી વિશ્વભરની આખી માનવજાત પીડાઈ રહી છે ત્યારે શરીરની કુદરતી રોગ પ્રતિકારક શકિતને વધારવી એ મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન દરમ્યાન ભારતના પ્રજાજનોના આરોગ્યની ચિંતા કરી આયુષ મંત્રાલય સાથે આયુર્વેદ તજજ્ઞો સાથે પરામર્શ કરી ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ સૂચવેલા ઘરગથ્થુ ઉપચારો કરવા તથા આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉપાયો સૂચવ્યા છે જેનો મહત્તમ ઉપયોગ કરવા આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએજણાવ્યું છે.રાજય સરકારના 568 આયુર્વેદ દવાખાના, 38 આયુર્વેદ હોસ્પીટલ અને 272 હોમીયોપેથી દવાખાનામાં ઉપલબ્ધ છે આ દવાખાના/હોસ્પીટલ કયાં આવેલ છે તેની જાણકારી માટે હેલ્પલાઈન નંબર 104 ઉપરથી જાણી શકાશે.

Download Our B K News Today App



Related News