આવનારા સમયમાં બનાસકાંઠામાં અન્ય બે પાણીની યોજનાના ખાતમુહૂર્ત કરાશે ઃ મુખ્યમંત્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 11:00:26
  • Views : 546
  • Modified Date : 2020-12-07 11:00:26

ધાનેરા વિસ્તારની પીવાના
પાણીની સમસ્યા દૂર કરવા રૂ. ૨૪૧.૩૪ કરોડના ખર્ચે સીપુ જૂથ યોજનામાં નર્મદાના નીર ઠાલવવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રવિવારે ધાનેરા મુકામે  
શ્રી કે. આર. આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે પાણી પુરવઠાની યોજનાઓનું
ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના  ૧૧૯ ગામો અને ધાનેરા શહેર માટે નર્મદા મુખ્ય નહેરમાંથી ભાપી ઓફટેક આધારિત સીપુ જુથ સુધારણા
પાણી પુરવઠા યોજના અંતર્ગત ફેઝ- ૧, ફેઝ- ૨ અને ફેઝ -૩ હેઠળના કામોના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે
ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. જેનાથી આ વિસ્તારની કુલ-૩,૯૧,૦૦૦ વસ્તીને શુધ્ધ
પીવાના પાણીનો લાભ મળશે. ફેઝ -૧ માટે રૂ. ૧૧૩.૯૯ કરોડ અને ફેઝ -૨ માટે રૂ. ૬૬.૯૭ કરોડ તથા ફેઝ- ૩ માટે રૂ. ૫૪.૭૦ કરોડ મળી કુલ રૂ. ર૩૫.૬૬ કરોડ રાજય સરકાર દ્વારા ફાળવ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના ૪૮ ફળીયાઓ માટે રૂ. ૫.૬૮ કરોડના ખર્ચે સીપુ જુથ અતર્ગત ફળીયા કનેક્ટીવીટીના કામોનું પણ ખાતમુર્હૂત કરેલ. આમ સરકાર દ્વારા કુલ રૂ. ૨૪૧.૩૪ કરોડ રૂપિયાના ખર્ચે પાણીના કામો કરવામાં આવનાર છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય
રૂપાણીએ જણાવેલ કે, અગાઉ સરકારે પાણી બાબતે ધ્યાન
આપેલ નથી પરંતુ અમારી સરકાર દ્વારા પાણી બાબતે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યંુ છે. અને ગુજરાતના તમામ નાગરીકને પોતાના ઘરે નળથી
પાણી મળી રહે તેવી સુવિધા કરવામાં આવી રહી છે. હવે ટેન્કર રાજ ખતમ થશે અને લોકોને જળ સે જળ મળશે. તેમજ આગામી દિવસોમાં પ્રધાનમંત્રી દ્વારા માંડવી ખાતે ભારતનો પ્રથમ ખારા પાણીમાંથી મીઠુ પાણી બનાવવા માટેના પ્લાન્ટનું પણ ખાત મહુર્ત કરવામાં આવનાર છે.  આ નલ સે જલ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની આંતરીક માળખાકીય સુવિધા પુરી પાડવા તથા દરેક ઘરને ઘર આંગણે નળ કનેકશન મારફતે પીવાના પાણીની સુવિધા
ઉપલબ્ધ કરવાની સરકારની નેમ સાથે બનાસકાંઠા જિલ્લાના ૩૧ ગામો માટે રૂપિયા
રૂ.૧.૮૩ કરોડના ખર્ચે
ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આ કામો પૂર્ણ થયેથી જુદા જુદા નવ તાલુકાના ૩૧ ગામોની કુલ- ૬પ૩૫૯ વસ્તીને પીવાના
પાણીનો લાભ મળશે તથા બનાસકાંઠા જિલ્લાના ૭૮ ગામો માટે રૂપિયા રૂ.૨.૮૯ કરોડના ખર્ચે પૂર્ણ થયેલ યોજનાના
લોકર્પણ કરાશે. જેનાથી જિલ્લાના તમામ ૧૪ તાલુકાના ૭૮ ગામોની ૨,૩૮,૦૪૬ વસ્તીને પીવાના પાણીનો લાભ ઘર આંગણે નળ કનેકશન મારફતે મળશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ પરબતભાઇ
પટેલ, ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ, ડીસા ધારાસભ્ય શશિકાન્ત પંડ્યા, કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી હરજીવનભાઇ પટેલ, મફતલાલ પુરોહિત, પાણી
પુરવઠાના સચિવ ધનંજય ત્રિવેદી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોવિડ-૧૯ની પરિસ્થિતિ વચ્ચે કોરોનાની ગાઇડલાઇન સાથે ૧૨ જેટલાં બ્લોક બનાવી એક બ્લોકમાં ૪૫ થી ૫૦ વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કોરોના ટેસ્ટીંગનું સેન્ટર ઉભું કરી ૧૫ જેટલી આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરી હતી અને સોશ્યલ ડીસ્ટન્સ સાથે ૪૦૦ જેટલા લોકો પણ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News