ગુજરાત સરકાર દ્વારા ચાલતી ધિરાણની યોજનાથી ખેડૂતો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-17 10:35:12
  • Views : 325
  • Modified Date : 2021-03-17 10:35:12

બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે બીજી તરફ બનાસકાંઠા જિલ્લો મોટા ભાગે ખેતી આધારિત જિલ્લો છે ત્યારે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ બહાર
પાડવામાં આવે છે પરંતુ સરકારની યોજનાનો કેટલીકવાર ખેડૂતોને લાભ ન મળતો હોવાના કારણે ખાનગી બેંકો તરફ ખેડૂતો હાલ જઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટાભાગે સરહદી વિસ્તારમાં ખેડૂતો પોતાના પાકમાં નુકસાન કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય થી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો મોટાભાગે વંચિત જાેવા મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ૨૦૧૫ બાદ બે વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો પૂરગ્રસ્ત હોવા છતાં પણ સહાયથી વંચિત જાેવા મળી રહ્યા છે.  જિલ્લાના ખેડૂતો વધુમાં જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા ખેડૂતોને છે પણ સહાય આપવામાં આવે છે તેમાં તપાસણી નોસમય લાંબો હોય છે. જેના કારણે ખેડૂતોને અવારનવાર હેરાન થવાનું હોય છે જેના કારણે મોટાભાગના ખેડૂતો સરકારી સહાય લેતા નથી. તો બીજી તરફ સરકાર દ્વારા પાક ધિરાણ માટેની પણ સહાય આપવામાં આવે છે.
પરંતુ દર વર્ષે ખેડૂતોને પોતાના ખાતામાંથી વીમાના પૈસા કપાતા હોવા છતાં પણ ખેડૂતોને વીમાના પૈસા ચૂકવવામાં આવતા નથી જેના કારણે મોટાભાગના ખેડૂતો સરકાર ની સહાય કરતા ખાનગી બેંકોમાં વધુ પડતા ખાતા ખોલાવી પૈસા ઉપાડતા હોય છે ત્યારે પ્રાઈવેટ કંપનીઓ પણ ખેડૂતો પાસેથી ઊંચા દરે વ્યાજ લઈ પૈસા ની વસુલાત કરતા હોવા છતાં પણ ખેડૂતો મોટાભાગે ખાનગી બેંકોમાં જ જતા હોય છે ત્યારે ખરેખર સરકાર દ્વારા ખેડૂતોને સમયસર અને યોગ્ય રીતે સહાય આપવામાં આવતી હોય તો જ ખેડૂતો બહાર છેતરાતા અટકી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News